Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Law demands for breastfeeding mothers

VIDEO: સ્તનપાન કરાવતી માતાઓ માટે કાયદાની માંગ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હીમાં ભાજપના રાજ્યસભા સાંસદ ડૉ. કે. લક્ષ્મણે સ્તનપાન કરાવતી માતાઓ અને શિશુઓના રક્ષણ માટે કાયદો બનાવવાની માંગ કરી છે. તેમણે આ મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગને રજૂઆત કરી હતી. ડૉ. લક્ષ્મણે જાહેર સ્થળોએ માતાઓ અને બાળકો માટે અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્તનપાન કરાવતી માતાઓને સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ મળે તે માટે યોગ્ય કાયદાકીય જોગવાઈ કરવાની માંગ કરી છે. સાથે જ જાહેર સ્થળોએ ચાઇલ્ડ-ફ્રેન્ડલી સુવિધાઓ, ખાસ જગ્યા અને જરૂરી માળખાકીય વ્યવસ્થા ઊભી કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ પહેલનો હેતુ માતાઓ અને શિશુઓ માટે વધુ અનુકૂળ અને સુરક્ષિત જાહેર વાતાવરણ ઊભું કરવાનો છે

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News