VIDEO: કેરળના વાયનાડમાં ભૂસ્ખલન: પાંચના મોત, દંપતીનો ચમત્કારિક બચાવ
સોર્સ : gstv
કેરળના વાયનાડમાં બે દિવસ અગાઉ વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં પાંચ લોકોના મૃતદેહ મળ્યા છે.. જ્યારે હજુ પાંચ લોકો લાપતા છે.. મૃતકોમાં બિહારના મોહમ્મદ ઈમરાન અને ઝારખંડના અનમોલનો સમાવેશ થાય છે. આ અકસ્માત દરમિયાન સ્થળ પર કામગીરી ચાલી રહી હતી. ખાસ કરીને અનમોલ વિશે માહિતી મળી છે કે તે ત્યાં ખોદકામનું મશીન ચલાવવાનું કામ કરતો હતો. આ ઘટનાએ બંને પરિવારોમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.આ કુદરતી આફત દરમિયાન પલરાજ અને કૂડમ્મલ નામના દંપતીનો ચમત્કારિક બચાવ થયો હતો. તેઓ બસ સ્ટોપ પર રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક પહાડનો ભાગ ધસી પડ્યો અને કાદવ તથા એક ટેન્કર તેમની તરફ ધસી આવ્યું. કાદવમાં પડ્યા છતાં, પરસ્પર હિંમત દાખવી તેઓ જીવ બચાવી સુરક્ષિત સ્થળે પહોંચ્યા હતા.

