Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Lalbaugcha Raja: For the first time in history, the immersion of the statue of Lal Baug Cha Raja has been delayed due to high tides in Mumbai's sea

Lalbaugcha Raja: મુંબઈના દરિયામાં ભરતીને લીધે ઈતિહાસમાં પ્રથમવાર લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિલંબ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Lalbaugcha Raja: મુંબઈના દરિયામાં ભરતીને લીધે ઈતિહાસમાં પ્રથમવાર લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિલંબ
સોર્સ : GSTV

Lalbaugcha Raja: અનેક વખત પ્રયાસ બાદ મુંબઈના લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન સંપન્ન થયું છે. સમુદ્રમાં ભરતીના કારણે આવી રહેલી અડચણો બાદ ચંદ્રગ્રહણ થાય તે પહેલા ગિરગાંવ ચોપાટીમાં મધદરિયે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. નોંધનીય છે કે લાલ બાગ ચા રાજાની મૂર્તિ સવારે જ દરિયા કિનારે પહોંચી ગઈ હતી પરંતુ પાણીનું સ્તર વધી જવાના કારણે મૂર્તિને રાફ્ટ પર વિરાજમાન કરવામાં સમસ્યા થઈ રહી હતી.

App Store

ઈતિહાસમાં પહેલીવાર વિસર્જનમાં આટલો વિલંબ
મુંબઈના લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં અડચણ આવી છે. ગઈકાલે ( 6 સપ્ટેમ્બર ) લાલ બાગ ચા રાજાની પંડાલથી રવાના થઈ હતી. આજે સવારે 8 વાગ્યાની આસપાસ મૂર્તિ ગિરગાંવ ચોપાટી પહોંચી હતી. જોકે સમુદ્રમાં ભરતીના કારણે પાણીનું સ્તર વધી ગયું હતું. લાલ બાગ ચા રાજાની મૂર્તિને સમુદ્રમાં લઈ જવા માટે એક રાફ્ટ બનાવવામાં આવી છે, દર વર્ષે મૂર્તિને આ રાફ્ટમાં વિરાજમાન કરવામાં આવે છે. જોકે પાણીના કારણે મૂર્તિને રાફ્ટ પર વિરાજમાન કરવામાં અડચણ આવી હતી. ઊંચી લહેરોના કારણે ગણપતિ દાદાની મૂર્તિ દરિયામાં અડધી દરિયામાં હોય તેવી જ સ્થિતિમાં કલાકો સુધી રહી હતી.