Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Kuldeep Sengar's first statement after Supreme Court order

'શું મારા પરિવારના દુઃખની કોઈ કિંમત નથી...', સુપ્રીમથી ઝટકો લાગ્યા બાદ કુલદીપ સેંગરનું પહેલું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2025
લાઇવ ટીવીGoogle News
'શું મારા પરિવારના દુઃખની કોઈ કિંમત નથી...', સુપ્રીમથી ઝટકો લાગ્યા બાદ કુલદીપ સેંગરનું પહેલું નિવેદન
સોર્સ : GOOGLE

સુપ્રીમ કોર્ટે 2017ના ઉન્નાવદુષ્કર્મ મામલામાં ટ્રાયલ કોર્ટ દ્વારા દોષી જાહેર કરાયેલા પૂર્વ બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરની આજીવન કેદની સજા ફગાવી દેવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટે લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્યણ બાદ કુલદીપ સેંગરની પ્રતિક્રિયા સામે આવી છે. તેની પુત્રી ઐશ્વર્યા સેંગરે તેનું નિવેદન મીડિયામાં જાહેર કર્યું છે. 
સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે કુલદીપે પોતાની પુત્રીના માધ્યમથી નિવેદન જારી કરતા કહ્યું કે, આજે અમે આ મામલે કોઈ ચર્ચા પણ નથી કરી શકતા. પીડિતાએ પોતાના નિવેદનો વારંવાર બદલ્યા છે. તેના દ્વારા ઘટનાનો સમય પહેલા 2 વાગ્યે, પછી 6 વાગ્યે અને છેલ્લે 8 વાગ્યે બતાવ્યો હતો. AIIMSના મેડિકલ રિપોર્ટ મુજબ તેની ઉંમર 18 વર્ષથી વધુ જાણવા મળી છે.

App Store

તેણે કહ્યું કે, અમારી પ્રતિષ્ઠા અને શાંતિ છિનવાઈ ગઈ. અમારી વાત સાંભળવાના મૂળ અધિકારથી પણ અમને વંચિત રખાયા. મારા ફોન કોલ ડેટા રેકોર્ડરમાં નોંધાયેલા લોકેશનથી સ્પષ્ટ છે કે, હું કથિત ઘટના સમયે ત્યાં હાજર નહોતો. એવું પણ બહાર આવ્યું છે કે, કથિત ઘટના સમયે પીડિતા પોતે પણ ફોન પર હતી. હું છેલ્લા આઠ વર્ષથી ન્યાય માટે લડી રહ્યો છું, પરંતુ કદાચ મારા અને મારા પરિવારના દુઃખની કોઈ કિંમત નથી. છતાં પણ ન્યાયની આશા છે. હું મીડિયાને વિનંતી કરું છું કે કોઈ ખોટી માહિતી ન ફેલાવવામાં આવે.

મીડિયામાં ફેલાવવામાં આવી રહી છે ભ્રામક માહિતી: ઐશ્વર્યા સેંગર

કુલદીપ સેંગરની પુત્રી ઐશ્વર્યા સેંગરે આરોપ લગાવ્યો હતો કે, માર્ગ અકસ્માતમાં પીડિતાના કાકી અને માસીના મૃત્યુ અંગે મુખ્ય પ્રવાહના મીડિયા અને સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી શેર કરવામાં આવી રહી છે. તેણે કહ્યું લોકોને એ પણ ખબર નથી કે કથિત માર્ગ અકસ્માતમાં અમને પહેલેથી જ ડિસ્ચાર્જ આપેલ છે. આ મામલાની તપાસ IIT દિલ્હી અને અન્ય સંસ્થાઓ અને CBI ટીમ દ્વારા કરવામાં આવી હતી, તેઓએ આને તેને કુદરતી દુર્ઘટના ગણાવી હતી. પીડિતાના પિતાના કસ્ટોડિયલ મૃત્યુ અંગે મારા પિતા તે સમયે શહેરમાં પણ નહોતા અને તેમના પર ફક્ત કલમ 120(B) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. કોઈ સાક્ષીનું મૃત્યુ થયું નથી,  જેવું કેટલાક મીડિયામાં દર્શાવાવામાં આવી રહ્યું છે. હું ફરીથી મીડિયાને અપીલ કરું છું કે, તેઓ કોઈપણ ભ્રામક કે ખોટી માહિતી ફેલાવે નહીં.