VIDEO: અયોધ્યા રામ મંદિરમાં દર્શન-આરતી માટે જાણો નવી વ્યવસ્થા
સોર્સ : gstv
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભક્તો માટે આરતી અને દર્શન પાસની નવી વ્યવસ્થા શરૂ કરી છે. હવે ભક્તો સવારે 9 વાગ્યે બિરલા ધર્મશાળા સામેના યાત્રાળુ સુવિધા કેન્દ્રમાં આધાર કાર્ડ બતાવીને પાસ મેળવી શકશે. મંગળા અને શ્રૃંગાર આરતીના પાસ એક દિવસ અગાઉ જ્યારે શયન આરતીના પાસ તે જ દિવસે આપવામાં આવશે. ભગવાન રામ અને રામ પરિવારની આરતી માટે દરરોજ મર્યાદિત પાસ ફાળવવામાં આવ્યા છે, જેમાં શ્રીરામ આરતી માટે 45 અને રામ પરિવાર આરતી માટે 15 પાસનો સમાવેશ થાય છે. જૂના આઈડી બંધ થયા બાદ ટ્રસ્ટ દ્વારા પાસ સિસ્ટમની સમીક્ષા શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધી જારી કરાયેલા 2 હજાર 743 પાસની તપાસ ચાલી રહી છે.

