'કોઈ માઈનો લાલ પેદા નથી થયો...', રાહુલ ગાંધીના દેશ વેચવાના આરોપ મુદ્દે કિરેન રિજિજૂનો પલટવાર

લોકસભામાં બુધવારે કેન્દ્રીય બજેટ પરની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સખત પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે દેશ વેચી દીધો છે. અમેરિકા સાથે ટ્રેડ ડિલ હોલસેલ સરેન્ડર છે. કોંગ્રેસ સાંસદે વ્યાપાર સમજૂતિને લઈને સવાલ ઊભા કરતા કહ્યું કે આ યોગ્ય શરતોને આધિન વેપાર સમજૂતિ કરવામાં આવી નથી. રાહુલે દાવો કર્યો કે ભારત અમેરિકા સમજૂતિમાં દેશના ખેડૂતોના હિતને કચડવામાં આવ્યા છે. જે આજ પહેલા કોઈ પ્રધાનમંત્રીએ કર્યું નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં. આ સરકારને શરમ આવવી જોઈએ કે તેમણે ભારતમાતાને વેચી દીધા.
દેશને વેચી કે ખરીદી શકે
રાહુલ ગાંધીના આક્ષેપ ઉપર સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ પલટવાર કરતાં કહ્યું કે, કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે દેશને વેચી કે ખરીદી શકે. પીએમ મોદી અત્યાર સુધીના સૌથી મજબૂત પ્રધાનમંત્રી છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે બહસ છંછેડાઈ હતી.
ઘણા સનસનાટીભર્યા આરોપો લગાવ્યા
લોકસભામાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ઘણા સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા, જેનો સરકાર અને અધ્યક્ષ દ્વારા તાત્કાલિક જવાબ આપવામાં આવ્યો હતો. શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ હંગામો મચાવ્યો. બાદમાં રાહુલ ગાંધીએ કહ્યું, "મને નથી લાગતું કે સરકાર આવા કરાર પર હસ્તાક્ષર કરશે જ્યાં સુધી કોઈ પ્રકારનું દબાણ કે લાભ ન હોય. આપણા ખેડૂતોને પોતાનું રક્ષણ કરવા માટે છોડી દેવામાં આવ્યા છે. ટેક્સટાઈલ ક્ષેત્ર પડી ભાંગ્યું છે. આપણી ઉર્જા સુરક્ષા બીજાને સોંપવામાં આવી રહી છે." રિજિજુએ રાહુલ ગાંધીને ચાલુ ભાષણમાં અટકાવતા કહ્યું કે, "તમે કોઈપણ પુરાવા વિના આરોપો લગાવી રહ્યા છો અને પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છો, જે અસ્વીકાર્ય છે." તમે જે લોકસભામાં આક્ષેપ કરો છો તેને સાબિત કરવા પડશે.
અધ્યક્ષ અધ્યક્ષ જગદંબિકા પાલ સાથે રકઝક
રાહુલ ગાંધીએ પોતાના ભાષણ એપસ્ટિન ફાઈલનો ઉલ્લેખ કરવાનું શરૂ કરતાં અધ્યક્ષ અધ્યક્ષ જગદંબિકા પાલ સાથે રકઝક થઈ હતી. રાહુલ ગાંધીએ અધ્યક્ષ જગદંબિકા પાલને કહ્યું, તમે અમારા પક્ષના ભૂતપૂર્વ સભ્ય છો, તમારી પાસેથી ખાસ સુરક્ષાની અપેક્ષા છે. અમે આક્રમક નહીં બનીએ. આ મુદ્દે જગદંબિકા પાલે જવાબ આપ્યો કે, "આ અધ્યક્ષ વિરુદ્ધ આરોપો છે, શૈલજાજી તમારા પક્ષના છે. જો તમે અમારી સલાહ સાંભળી હોત, તો તમે સાચા માર્ગ પર હોત; તમે આજે અહીં ન હોત. આખો દેશ તમને જોઈ રહ્યો છે. બજેટ પર બોલો. આરોપો રેકોર્ડ કરવામાં આવશે નહીં.

