VIDEO: કેરળની કેઝિયા લિઝ મેજો મિસ યુનિવર્સ ઈન્ડિયા
સોર્સ : gstv
જયપુરમાં યોજાયેલા મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026ના ગ્રાન્ડ ફિનાલેમાં કેરળની કેઝિયા લિઝ મેજોએ વિજેતાનો તાજ પોતાના નામે કર્યો હતો. ભવ્ય સમારોહમાં કેઝિયા લિઝ મેજોને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026 તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. સ્પર્ધામાં દેશભરમાંથી સુંદરતા અને પ્રતિભાનું પ્રદર્શન કરતી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગ્રાન્ડ ફિનાલે દરમિયાન વિવિધ રાઉન્ડમાં સ્પર્ધકોએ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું. વિજેતા જાહેર થયા બાદ કેઝિયા લિઝ મેજોએ ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ ઈન્ડિયા ઉર્વશી રૌતેલા પણ ઉપસ્થિત રહી હતી. તેમણે કાર્યક્રમને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

