મુખ્યમંત્રીઓની ધરપકડ થઈ હોય એવા બે કિસ્સા છેલ્લાં ૫૦ દિવસમાં બન્યા છે. ૩૧મી જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ થઈ હતી. એ પછી હવે કેજરીવાલની ધરપકડ થઈ છે. એકાદ સપ્તાહ પહેલાં તેલંગણાના પૂર્વ સીએમ કેસીઆરની દીકરી કવિતાની પણ ઈડીએ ધરપકડ કરી હતી.
કેજરીવાલ પર કેટલાય દિવસથી ધરપકડ તોળાતી હતી. ખુદ કેજરીવાલ મહિનાઓ પહેલાં પોતાની ધરપકડ થશે એવો અંદેશો વ્યક્ત કરી ચૂક્યા હતા. આખરે ઈડીની ટીમ સમન્સ આપવા પહોંચી તે પછી પ્રાથમિક પૂછપરછ બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી.
છેલ્લાં ૫૦ દિવસમાં કેજરીવાલ એવા બીજા મુખ્યમંત્રી છે જેની ધરપકડ થઈ હોય. અગાઉ ૩૧મી જાન્યુઆરીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ઈડીએ ધરપકડ કરી લીધી હતી. હેમંત સોરેનને પણ ઘણાં સમન્સ આપ્યા બાદ આખરે સાત કલાકની સઘન પૂછપરછ બાદ રાતે જમીન કૌભાંડ અને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈડી કોર્ટે હેમંત સોરેનની ન્યાયિક કસ્ટડી ૪થી એપ્રિલ સુધી વધારી દીધી છે એટલે સોરેનની હોળી જેલમાં જ પસાર થશે.
અગાઉ ૧૫મી માર્ચે તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કવિતાની ઈડીએ ધરપકડ કરી હતી. ધરપકડ પહેલાં કવિતાના હૈદરાબાદ સ્થિત ઘરમાં દરોડા પાડયા હતા. કવિતાની ધરપકડ દિલ્હીની શરાબ નીતિના સંદર્ભમાં ધરપકડ થઈ હતી. આ જ કેસમાં મનિષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ અગાઉ થઈ ચૂકી છે અને એ બંને હજુ જેલમાં છે.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/GNwqsgpZCxC70ZrVXqnw4J
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO


