Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Kejriwal Arrest Support AAP Supporter Protest in Delhi

કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPનું વિરોધ પ્રદર્શન, દિલ્હીમાં કલમ 144 લાગુ; પોલીસે કાર્યકરોની કરી અટકાયત

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2024
લાઇવ ટીવીGoogle News
કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPનું વિરોધ પ્રદર્શન, દિલ્હીમાં કલમ 144 લાગુ; પોલીસે કાર્યકરોની કરી અટકાયત

દિલ્હી લિકર પોલિસી નીતિ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઇને આમ આદમી પાર્ટી ભાજપ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે.પીએમ આવાસનો ઘેરાવ કરવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. પંજાબ સરકારમાં મંત્રી અને આપના નેતા હરજોત સિંહ બૈસની દિલ્હી પોલીસે પટેલ ચોક મેટ્રો સ્ટેશન બહાર અટકાયત કરી છે.

App Store

પાંચ મિનિટમાં એરિયા ખાલી કરી દો- દિલ્હી પોલીસની ચેતવણી

AAPના વિરોધ પ્રદર્શનને જોતા પાર્ટી વર્કર પટેલ ચોક મેટ્રો સ્ટેશનની બહાર ભેગા થયા હતા જેને જોતા દિલ્હી પોલીસે જાહેરાત કરી કે કલમ 144 લગાવી દેવામાં આવી છે. એવામાં કોઇને વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી નથી. આ વિસ્તારને પાંચ મિનિટમાં ખાલી કરી દો.

દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શન કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

આમ આદમી પાર્ટીએ પીએમ આવાસના ઘેરાવની કરી હતી જાહેરાત

આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસનો ઘેરાવ કરવાનું આહવાન બાદ પોલીસે સાત, લોક કલ્યાણ માર્ગની સુરક્ષા વધારી દીધી છે. એક અધિકારીએ આ જાણકારી આપી છે. AAPના પ્રદર્શનને કારણે પોલીસે દિલ્હીના કેટલાક અન્ય વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દીધી છે. એડવાઇઝરી અનુસાર, નવી દિલ્હી વિસ્તારમાં મંગળવારે વિશેષ કાયદો વ્યવસ્થાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત રહેશે.