VIDEO: કેગ રિપોર્ટનો ધડાકો: રેલવે સ્ટેશનો પર પીવાનું પાણી અને સ્વચ્છતા મુસાફરોના સ્વાસ્થ્ય માટે જોખમી
સોર્સ : gstv
ભારતીય રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓ અને સ્વચ્છતાના દાવાઓની પોલ ખોલતો કેગનો ચોંકાવનારો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, દેશના અનેક રેલવે સ્ટેશનો પર કુલર અને નળના પાણીમાં ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યા છે, જે મુસાફરોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે. 512 બિન-ઉપનગરીય સ્ટેશનોના ઓડિટ પર આધારિત આ અહેવાલમાં ખુલાસો થયો છે કે પાણીમાં ટોટલ કોલિફોર્મ અને ઇ. કોલી જેવા હાનિકારક બેક્ટેરિયા હાજર છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે છ અલગ-અલગ ઝોનના ૫૯ સ્ટેશનો પર પીવાના પાણીનું બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ સુદ્ધાં કરવામાં આવ્યું ન હતું, જે રેલવે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.

