VIDEO: જયપુરમાં કરણી સેનાનું વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓએ વિવિધ માંગણીઓને લઈને કલેક્ટરેટ સર્કલ તરફ રેલી યોજી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન રેલી કલેક્ટરેટ તરફ આગળ વધી રહી હતી ત્યારે પોલીસે તેમને રોકવા માટે રસ્તા પર મજબૂત બેરિકેડ્સ ગોઠવ્યા હતા.આ દરમિયાન દેખાવકારો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થતાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

