Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Karnataka Congress Minister Statement Against PM Modi

‘મોદી-મોદીના નારા લગાવનારા યુવાઓને થપ્પડ મારવી જોઇએ’; કર્ણાટકના મંત્રીનું વિવાદિત નિવેદન

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2024
લાઇવ ટીવીGoogle News
‘મોદી-મોદીના નારા લગાવનારા યુવાઓને થપ્પડ મારવી જોઇએ’; કર્ણાટકના મંત્રીનું વિવાદિત નિવેદન

ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ નેતા શિવરાજ એસ તંગદાગીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. કર્ણાટકના મંત્રીએ એક જનસભામાં બોલતા કહ્યું કે પીએમ મોદીએ બે કરોડ નોકરીઓનો વાયદો કર્યો હતો. શું તેમણે આપી? તેમણે શરમ આવવી જોઇએ, તેમના જે યુવા સમર્થક ‘મોદી-મોદી’નો નારો લગાવે છે, તેમણે થપ્પડ મારવી જોઇએ.

App Store

કર્ણાટકના કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન

કર્ણાટકના કોપ્પલ જિલ્લાના કરાતગીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની એક બેઠકને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા શિવરાજ એસ તંગદાગીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી બધુ જૂઠના આધાર પર ચલાવવામાં આવ્યું, માટે તેમણે લાગે છે કે તે આગામી પાંચ વર્ષ સુધી મૂરખ બનાવી શકે છે. પીએમ મોદીએ ભારતમાં 100 સ્માર્ટ શહેરોનો વાયદો કર્યો હતો. તે ક્યાં છે? એકનું નામ જણાવો, તે સ્માર્ટ છે, સારા કપડા પહેરે છે, તે સ્માર્ટ ભાષણ આપે છે. તે પોતાનો પહેરવેશ બદલતા રહે છે, પછી તેમનું એક સ્ટંટ સામે આવે છે, તે દરિયાની ઊંડાઇમાં જતા રહે છે અને ત્યાં પૂજા કરે છે. શું એક વડાપ્રધાને આ રીતનું કામ કરવું જોઇએ?

સિદ્ધારમૈયાના મંત્રીના નિવેદન પર વિવાદ

કર્ણાટકના કન્નડ અને સંસ્કૃતિ મંત્રીએ આગામી લોકસભા ચૂંટણીને લઇને ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, તે વિકાસના મોરચા પર નિષ્ફળ રહ્યાં છે. એવામાં ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં મત માંગવામાં શરમ આવવી જોઇએ. શિવરાજ એસ તંગદાગીએ કહ્યું કે, ” તેમણે શરમ આવવી જોઇએ, તે ક્યા મોઢાથી મત માંગવા આવી રહ્યાં છે. તે એક પણ વિકાસ કાર્ય કરવામાં નિષ્ફળ સાબિત થયા છે, તેમણે બે કરોડ નોકરીઓ આપવાનો દાવો કર્યો હતો. શું કોઇને નોકરી આપી? જ્યારે તેમની પાસે નોકરી માંગવામાં આવે તો તે કહે છે- પકોડા વેચો, તેમણે શરમ આવવી જોઇએ.”

ભાજપનો પલટવાર

ભાજપના સીનિયર નેતા અને પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ પલટવાર કર્યો છે. સીટી રવિએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારવાની છે. આ કોંગ્રેસીઓને અનુભવાઇ રહ્યું છે, માટે રોજ તે નવા નીચલા સ્તરના નિવેદન આપી રહ્યાં છે અને તે પીએમ મોદીને તાનાશાહ કહે છે.

ભાજપ ચૂંટણી પંચના દરવાજે પહોંચી

ભાજપ કર્ણાટકના મંત્રીની ટિપ્પણી વિરૂદ્ધ ચૂંટણી પંચ પહોચ્યું છે. ચૂંટણી પંચમાં અરજી કરીને ભાજપે શિવરાજ એસ તંગદાગી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ભાજપે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવતા કોંગ્રેસના મંત્રીને ચૂંટણી પ્રક્રિયા અને કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કરતા રોકવામાં આવે તેવી માંગ કરી છે.