Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Kapil Dev backs jailed former Pakistan PM Imran Khan

VIDEO: કપિલ દેવે જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને આપ્યું સમર્થન

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઇમરાન ખાનને સમર્થન જાહેર કર્યું છે. ઓગસ્ટ ૨૦૨૩થી જેલમાં બંધ ઇમરાન ખાનની સાથે માનવીય વર્તન અને યોગ્ય તબીબી સંભાળ પૂરી પાડવા માટે ૨૧ ક્રિકેટરોએ અરજી પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ બાદ કપિલ દેવે આ નિવેદન આપ્યું છે. પાકિસ્તાની ક્રિકેટરો દ્વારા ઇમરાન ખાનના સમર્થનમાં ખુલીને અવાજ ન ઉઠાવવા પર પ્રતિક્રિયા આપતા કપિલ દેવે જણાવ્યું હતું કે, પાકિસ્તાની ખેલાડીઓએ ત્યાં જ રહેવું પડતું હોવાથી હું તેમને દોષી ઠેરવતો નથી, પરંતુ તેઓ પોતાના મિત્ર ઇમરાન ખાનની પડખે ઊભા રહેવા માંગે છે. નોંધનીય છે કે ભૂતકાળમાં આ બંને ખેલાડીઓ મેદાન પર અને બહાર ગાઢ મિત્રતા ધરાવતા હતા.

App Store