VIDEO: જોની-જોની યસ પાપાની શૈલીમાં મમતા બેનર્જીનો ભાજપ પર કટાક્ષ
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ નર્સરી રાઇમ જૉની-જૉની યસ પાપાની શૈલીમાં ભાજપ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા જોવા મળે છે. વીડિયોમાં TMC નેતાને એમ કહેતા સાંભળી શકાય છે, જૉની જૉની યસ પાપા, SIR નો પાપા, જ્ઞાનેશ કુમાર યસ પાપા, રેઝિગ્નેશન યસ પાપા, રિમૂવ યસ પાપા, અરેસ્ટ યસ પાપા, સેવ ડેમોક્રેસી યસ પાપા, સેવ ઇન્ડિયા યસ પાપા, જ્ઞાનેશ કુમાર નો પાપા, બીજેપી ગવર્નમેન્ટ નો પાપા. NCPના સાંસદ સુપ્રિયા સુલેએ આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે, મમતા દીદી હંમેશાની જેમ અદ્ભુત છે.. થોડું હાસ્ય, પરંતુ દિલથી આપેલો ગંભીર સંદેશ… લોકશાહી બચાવો, ભારત બચાવો..

