Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : J&K news: CRPF vehicle falls into canal in Srinagar, 7 jawans injured

J&K news: શ્રીનગરમાં CRPFનું વાહન નહેરમાં ખાબક્યું, 7 જવાન ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2026
લાઇવ ટીવીGoogle News
J&K news: શ્રીનગરમાં CRPFનું વાહન નહેરમાં ખાબક્યું, 7 જવાન ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરમા ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નું બુલેટપ્રૂફ બંકરને  અકસ્માત નડ્યો હતો. CRPFનું વાહન ડગપોરાના અહમદ નગર રોડ પર એક નહેરમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં CRPF ના સાત જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. 

App Store

હોસ્પિટલમાં દાખલ અને ઈજાગ્રસ્તોની સ્થિતિ

અકસ્માત પછી તરત જ, બધા ઘાયલ સૈનિકોને સૌરા સ્થિત શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) માં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તબીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બધા સૈનિકોને ઈજાઓ થઈ હતી, પરંતુ હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે.

ઈજાગ્રસ્ત સૈનિકોની યાદી

નાગિન્દર સિંહ (36 વર્ષ)
અજિત કુમાર રામ (36 વર્ષ)
રાજ કિશોર રાય (40 વર્ષ)
અમિત કુમાર યાદવ (38 વર્ષ)
રાજધન રામ (55 વર્ષ)
માનકર કુમાર (40 વર્ષ)
નીરજ કુમાર (45 વર્ષ)

અકસ્માત કેવી રીતે થયો?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, CRPF વાહન ડગપોરા રોડ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બુલેટપ્રૂફ બંકર રસ્તા પરથી સરકી ગયું અને નજીકની નહેર ખાબક્યું હતું. ઘટના બાદ તરત જ સ્થાનિકો અને વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી દીધી.