VIDEO: J&Kના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના દરબારમાં હાજરી આપી પવિત્ર અભિષેકમ સેવામાં ભાગ લીધો હતો. શુક્રવારના પવિત્ર અવસરે તિરુમાલા મંદિર પહોંચેલા ગવર્નરનું TTD ના અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જ્યાં તેમણે ગર્ભગૃહમાં વેદ મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન બાલાજીના દિવ્ય દર્શન કરી દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ મંદિરના પૂજારીઓએ તેમને આશીર્વાદ પાઠવ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા તેમને ભગવાનનો પવિત્ર પ્રસાદ તેમજ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે મંદિરની વ્યવસ્થાઓની પ્રશંસા કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.

