VIDEO: ઝારખંડ: નકલી દસ્તાવેજોથી મતદાર યાદીમાં નામ નોંધાવવાનો પ્રયાસ કરનાર પાંચ લોકો સામે ગુનો નોંધવા આદેશ
સોર્સ : gstv
ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે સાહિબગંજ પ્રવાસ દરમિયાન પાકુર વિધાનસભા મતવિસ્તારમાં શંકાસ્પદ અને નકલી દસ્તાવેજોના આધારે મતદાર યાદીમાં નામ સામેલ કરવાના કિસ્સાઓ ઝડપી પાડી પાંચ લોકો સામે એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે એક કોમન સર્વિસ સેન્ટર ઓપરેટર નકલી પ્રમાણપત્રો પૂરા પાડતો હતો. મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના નિવેદન અનુસાર, રૂબેદા બેવા, રવિ શેખ, પિન્ટુ શેખ અને સેન્ટુ શેખ સહિતના આરોપીઓએ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે નકલી રહેણાંક પ્રમાણપત્રો રજૂ કર્યા હતા.

