Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : It is not necessary to keep the Sanchar Saathi app on the mobile, central government clarifies amid controversy

સંચાર સાથી એપ મોબાઈલમાં રાખવી જરૂરી નહીં, વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સંચાર સાથી એપ મોબાઈલમાં રાખવી જરૂરી નહીં, વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
સોર્સ : gstv

સંચાર સાથી એપ અંગે વિવાદ વચ્ચે સરકારે કહ્યું છે કે આ ઍપ્લિકેશન ફોનમાં રાખવી જરૂરી નથી. યુઝર્સ તેને ડિલીટ પણ કરી શકશે. કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે આ માહિતી આપી હતી. ટેલિકોમ વિભાગે નવેમ્બરમાં નિર્દેશ જાહેર કર્યા હતા કે ભારતમાં વપરાતા ફોનમાં સંચાર સાથી ઍપ્લિકેશન ફરજિયાત રાખવી પડશે. વિપક્ષે આ એપના માધ્યમથી જાસૂસી થશે તેવી આશંકાઓ વ્યક્ત કરતાં વિરોધ નોંધાવ્યો હતો. 

App Store

સિંધિયાએ કર્યો ખુલાસો 

સિંધિયાએ કહ્યું, "આ એપના આધારે કોઈ જાસૂસી કે કોલ મોનિટરિંગ નથી થવાનું. જો તમે ઇચ્છો તો તેને એક્ટિવ રાખી શકો. જો તમે ન ઇચ્છો તો તેને એક્ટિવ ના કરશો. જો તમે તેને તમારા ફોનમાં રાખવા માંગતા હોવ તો રાખો. જો તમે તેને કાઢી નાખવા માંગતા હોવ તો કાઢી નાખો...તેમાં કોઈ સમસ્યા નથી."

ગ્રાહકોની સુરક્ષાનો મામલો હતો

તેમણે કહ્યું, "આ ગ્રાહક સુરક્ષાનો મામલો છે... જો તમે તેને કાઢી નાખવા માંગતા હો, તો તમે તેને કાઢી શકો છો. તે ફરજિયાત નથી. જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવા માંગતા હો, તો તેના પર રજિસ્ટર્ડ ન કરતા. પરંતુ દેશમાં દરેકને ખબર નથી કે આ એપ્લિકેશન ચોરી અને છેતરપિંડી સામે રક્ષણ આપવા માટે છે. આ એપ્લિકેશન દરેકને ઉપલબ્ધ કરાવવાની અમારી જવાબદારી છે. જો તમે તેને કાઢી નાખવા માંગતા હો, તો તેને કાઢી નાખો.

ટોપિક્સ:indiasanchar saathi appgstv