VIDEO: રાત્રે ૧૦ વાગ્યે પણ દરેક મહિલા સુરક્ષિત અનુભવે તેવું વાતાવરણ ઊભું કરવું અનિવાર્ય: સુપ્રિમ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે વધુ કડક પગલાં લેવાની તાકીદ કરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે દિલ્હી-એનસીઆરમાં દુષ્કર્મ અને અન્ય ગુનાઓની સુનાવણી કરતી વખતે નોંધ્યું કે મહિલાઓ શહેરમાં સુરક્ષિત નથી. કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને ગુના થયા પછી કાર્યવાહી કરવાને બદલે ગુનાઓ અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે….બેન્ચે ભારપૂર્વક કહ્યું કે સંભવિત ગુનેગારોના મનમાં કાયદાનો ડર હોવો જોઈએ, જેથી તેઓ ગુનો કરતા પહેલા ગંભીર પરિણામોથી ડરે. સિસ્ટમની ખામીઓને કારણે ગુનાઓને પ્રોત્સાહન ન મળવું જોઈએ અને રાત્રે ૧૦ વાગ્યે પણ દરેક મહિલા સુરક્ષિત અનુભવે તેવું વાતાવરણ ઊભું કરવું અનિવાર્ય છે.

