Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Investigation into terror attack handed over to NIA

Pahalgam Attack: આતંકી હુમલાની તપાસ NIAને સોંપાઈ, પાકિસ્તાનની ભારતને પોકળ ધમકી

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Pahalgam Attack: આતંકી હુમલાની તપાસ NIAને સોંપાઈ, પાકિસ્તાનની ભારતને પોકળ ધમકી

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હુમલાની તપાસ NIA (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)ને સોંપવામાં આવી છે. હવે NIA આ મામલે સત્તાવાર કેસ નોંધીને વિસ્તૃત તપાસ કરશે.

App Store

સૂત્રો અનુસાર NIAની ટીમ પહેલેથી જ પહલગામમાં જ છે અને ઘટનાસ્થળની સમીક્ષા પણ કરી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પરથી પૂરાવા એકત્રિત કરી રહી છે. તપાસ એજન્સી હવે સ્થાનિક પોલીસ પાસેથી કેસ ડાયરી, FIR સહિતના દસ્તાવજે પોતાના કબજામાં લેશે.

પાકિસ્તાને નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી

પાકિસ્તાન ટેલિવિઝન કોર્પોરેશન (PTV)એ મોહસીન નક્વીને ટાંકીને કહ્યું છે કે, ‘પહલગામ હુમલાની પાકિસ્તાન કડક શબ્દોમાં નિંદા કરે છે અને નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનને ભારતની તપાસ પર ભરોસો નથી. પાકિસ્તાન નિષ્પક્ષ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.’

પાકિસ્તાની વડાપ્રધાને ભારતને આપી હતી ધમકી

વાસ્તવમાં પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર આતંકવાદને સમર્થન આપવાનો આક્ષેપ કરી સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સસ્પેન્ડ કરી દીધી છે. ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે (Pakistan PM Shehbaz Sharif) ભારતને પોકળ ધમકી આપી છે અને કહ્યું છે કે, ‘ભારત પાકિસ્તાનનું પાણી રોકવાની હિંમત ન કરે. જો ભારત પાણી અટકાવશે તો પાકિસ્તાન સેના જડબાતોડ જવાબ આપશે. પાકિસ્તાનના પાણીને અટકાવવાનો અથવા વાળવાના કોઈપણ પ્રયાસ કરાશે તો સંપૂર્ણ જવાબ અપાશે.’