Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : International gang involved in digital arrest fraud exposed

ડિજિટલ એરેસ્ટ કરીને છેતરપિંડી કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ, 7 આરોપીઓ ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ડિજિટલ એરેસ્ટ કરીને છેતરપિંડી કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ,  7 આરોપીઓ ઝડપાયા
સોર્સ : GSTV

દેશભરમાં અનેક લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને છેતરનારી આંતરરાષ્ટ્રીય ગેંગનો દિલ્હી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. તાઇવાન સાથે સંકળાયેલી આ આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા આશરે રૂ.100 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે એક તાઇવાનના નાગરિક સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે.  

App Store

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ લોકોને ફોન કરીને પોતાની ઓળખ એન્ટી ટેરેરિસ્ટ સ્કોડ એટીએસ અને અન્ય સુરક્ષા એજન્સીના અધિકારીઓ તરીકે આપતી હતી. બાદમાં જેને ફોન કર્યો હોય તેમને આતંકી ઘટનાઓ સાથે જોડી દઇને તેમનામાં એક ભય ઉભો કરવામાં આવતો હતો. નિર્દોષ નાગરિકોને પહલગામ અને દિલ્હી વિસ્ફોટના આરોપી બતાવવામાં આવતા હતા.

આ ગેંગ લોકોને જણાવતી હતી કે તેમની સામે ધરપકડ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે, ટૂંક સમયમાં તેમના બેંક ખાતાને ફ્રીઝ કરી દેવામાં આવશે. બાદમાં તેમને જણાવતા કે તેઓ હવે વીડિયો અથવા ઓડિયો સર્વેલંસમાં છે. જેને ડિજિટલ એરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બાદમાં પોતાની નિર્દોષતાને સાબિત કરવા માટે બેંકમાં નાણા ટ્રાન્સફર કરાવતા હતા. આ ગેંગને વિદેશથી ઓપરેટ કરવામાં આવતી હતી પરંતુ તેઓ ફોન ભારતીય નંબર પરથી કરતા હોય તે પ્રકારની સિસ્ટમ ગોઠવી હતી. આ સિન્ડિકેટ સિમ બોક્સ સિસ્ટમનો ઉપયોગ કરતી હતી. ટેલિકોમ નેટવર્કને જ બાયપાસ કરીને આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલ તરીકે દર્શાવાતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ કમ્બોડિયા સ્થિત સ્કેમ સેન્ટર્સ પર પણ કામ કરી ચુક્યા છે. જેને પાકિસ્તાની હેન્ડલર દ્વારા ફન્ડ પુરુ પાડવામાં આવતું હતું.