VIDEO: રાંચીમાં મતદાર નોંધણી પર આંતરરાષ્ટ્રીય પરિષદ
સોર્સ : gstv
રાંચીમાં વોટર રજિસ્ટ્રેશન એન્ડ વોટર રજિસ્ટર્સ 2026 વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. 2 અને 3 સપ્ટેમ્બરે યોજાનારી પરિષદમાં ભારત સહિત વિવિધ દેશોના ચૂંટણી અધિકારીઓ કાયદા નિષ્ણાતો નીતિ નિર્માતાઓ શિક્ષણવિદો અને સંશોધકો ભાગ લઈ રહ્યા છે. પરિષદમાં મતદાર નોંધણી ચૂંટણી યાદીની વિશ્વસનીયતા, ડિજિટાઇઝેશન, સમાવેશિતા અને લોકશાહી ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે જણાવ્યું કે સ્વચ્છ, સમાવેશી અને અપડેટેડ મતદાર યાદી લોકશાહી ચૂંટણી વ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધાર છે. પરિષદનો હેતુ વૈશ્વિક અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાન દ્વારા ચૂંટણી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.

