VIDEO: ઈ20 પેટ્રોલથી વીમા દાવો નકારી શકાશે નહીં: કેન્દ્રની સ્પષ્ટતા
સોર્સ : gstv
ઈ-20 પેટ્રોલના વ્યાપક ઉપયોગ વચ્ચે લોકોમાં વીમા દાવા અંગે અસમંજસ ઊભો થયો હતો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઈ-20 પેટ્રોલના ઉપયોગને આધારે કોઈ વીમા દાવો નકારી શકાશે નહિ....મંત્રાલયે જણાવ્યું કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વિશેના વીમા, એન્જિન નુકસાન અને જંતુઓ આકર્ષવા જેવા દાવાઓ વૈજ્ઞાનિક આધાર વિનાના છે. 2023માં ઈ20ની રજૂઆત પછી એવા કોઈ વ્યાપક અહેવાલો નથી....ભાજપે પણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લોકોને કોઈ ચિંતા વિના ઈ20નો ઉપયોગ કરવા અપીલ કરી છે. મંત્રાલયે કહ્યું કે ઇથેનોલ કડક ગુણવત્તા ધોરણો અનુસાર તૈયાર થાય છે.

