VIDEO: ભારતના આયર્લેન્ડ પ્રવાસ પર સંકટના વાદળો ઘેરાયા..
ટીમ ઈન્ડિયા હાલમાં અફઘાનિસ્તાનની યજમાની કરી રહી છે. એકમાત્ર ટેસ્ટ મેચ બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરિઝ રમાશે. આ સિરિઝ પૂરી થતાં જ ભારતીય ખેલાડીઓ UKના પ્રવાસે જશે. ભારતને આયર્લેન્ડ સામે બે મેચની T20 સિરિઝ રમવાની છે, ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થશે. જોકે, બેલફાસ્ટમાં ફાટી નીકળેલી હિંસાના કારણે ભારતના આયર્લેન્ડ પ્રવાસ પર સંકટના વાદળો ઘેરાયા છે. ક્રિકેટ આયર્લેન્ડે આ અંગે એક સત્તાવાર નિવેદન પણ જારી કર્યું છે. હાલમાં એ કન્ફર્મ નથી કે ભારતની મેચ બેલફાસ્ટથી અન્ય કોઈ સ્થળે શિફ્ટ થશે કે પછી આ આખો પ્રવાસ જ રદ કરી દેવામાં આવશે. BCCI અને ક્રિકેટ આયર્લેન્ડ હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. જો ભારતનો આયર્લેન્ડ પ્રવાસ રદ થશે તો વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ માટે વધુ રાહ જોવી પડી શકે છે. ક્રિકેટ આયર્લેન્ડે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ક્રિકેટ આયર્લેન્ડ હાલમાં જે વિસ્તારોમાં અશાંતિનો માહોલ છે ત્યાની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને આ રવિવારે યોજાનારી આઈરિશ સિનિયર કપ અને નેશનલ કપની મેચો અંગે આગામી 48 કલાકમાં નિર્ણય લેવામાં આવશે.

