એડલ્ટ સ્ટાર સાથે ફોટો પડાવીને ચર્ચામાં આવી ભારતીય બેબીડોલ, જાણો કોણ છે અર્ચિતા ફૂકન

સોશિયલ મીડિયા પર ઘણીવાર ઇન્ફ્લુએન્સર્સ અને સ્ટાર્સની પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવે છે. કેટલાક ફોટાઓ વિવાદ પણ ઉભા કરે તેવા હોય છે. એવા ફોટો ઉપર સ્ટાર્સે પછીથી ખુલાસા પણ કરવા પડે છે. હાલમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અર્ચિતા ફુકન ચર્ચામાં આવી છે. તેની એક પોસ્ટને લઈને વિવાદ ઉભો થયો છે. કોણ છે અર્ચિતા ફૂકન અને કોની સાથેનો ફોટો મુકતા વિવાદ ઉભો થયો છે.
અર્ચિતા ફુકનને સોશિયલ મીડિયા પર બેબીડોલ આર્ચી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસોમાં તે આખા ભારતમાં ચર્ચાનો મુદ્દો બની રહી છે. આસામની અર્ચિતા ચર્ચાની એરણે ચડવાનું કારણ અમેરિકન એડલ્ટ સ્ટાર કેન્દ્રા લસ્ટ છે. તેની સાથેનો એક ફોટો સાથેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને હસતા હસતા કેમેરા સામે પોઝ આપતા જોવા મળે છે. આ ફોટો વાયરલ થતાં અર્ચિતાએ શું પ્રતિક્રિયા આપી?
આસામની રહેવાસી અર્ચિતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર
અર્ચિતા ફુકન વિશે વાત કરીએ તો, તે બેબીડોલ આર્ચી તરીકે ઓળખાય છે. આસામની રહેવાસી અર્ચિતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 6,70,000 થી વધુ ફોલોઅર્સ છે. તે પોતાના ફેશન સેન્સ, ગ્લેમરસ લુક અને સ્ટાઇલિશ ફેશનને લગતા વિડિયો બનાવે છે. બેબીડોલ આર્ચીની રીલ્સ અને આ બાબતોના ટૂંકા વિડિયો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ખૂબ પસંદ કરવામાં આવે છે. આર્ચીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને પણ સપોર્ટ કર્યો હતો.
બેબીડોલ આર્ચિએ સોશિયલ મીડિયા પર તેના સંબંધિત અફવાઓ અંગે પોતાનું મૌન તોડતા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. આમાં અર્ચિતા ફુકને તેના વિરુદ્ધ થયેલી ટીકા પર સ્પષ્ટતા કરી. તેણીએ આ વિશે લખ્યું, 'આજકાલ હું જોઈ રહી છું કે મારું નામ હેડલાઇન્સમાં છે અને મારા વિશે ઘણી બધી અફવાઓ ફેલાઈ રહી છે, જેનું કારણ ફક્ત એક મીટિંગ છે. હેરાનજનક વાત એ છે કે લોકો તમને કેટલી ઝડપથી જજ કરવાનું શરૂ કરે છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં કોઈ પણ વસ્તુની પુષ્ટિ કરી નથી કે ઇનકાર પણ કર્યો નથી.
પોતાનું નિવેદન પૂર્ણ કરતા અર્ચિતાએ આગળ લખ્યું, દરેક વ્યક્તિ જે ઇચ્છે તે વિચારવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે, પરંતુ સૌથી વધુ અફવાઓ ફેલાવવાનું કામ એવા લોકો કરે છે જે પોતે સત્યથી હંમેશા દૂર રહેતા હોય છે.

