VIDEO: ભારતીય સેના સરહદનપર ડ્રોન તૈનાત કરશે
સોર્સ : gstv
ભારતીય સેનાએ ૧૭ હજાર ૫૦૦ ફૂટની ઊંચાઈ પર સફળ પરીક્ષણ બાદ ૨૨૫ ફર્સ્ટ-પર્સન વ્યુ ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. ભલે આ સંખ્યા નાની લાગે, પણ જે વિષમ પરિસ્થિતિઓમાં આ ડ્રોનની પસંદગી થઈ છે, તે આ નિર્ણયને અત્યંત ખાસ બનાવે છે. આ ડ્રોનને તેમની ક્ષમતા, ચોકસાઈ, ઝડપ અને પહાડી વિસ્તારોમાં કામ કરવાની કૌશલ્યતાના આધારે પરખવામાં આવ્યા છે. ચીન સાથેની LAC અને પાકિસ્તાન સાથેની LoC પર ભારતીય જવાનો ૧૨ હજારથી ૧૮ હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર તૈનાત છે. હિમાલય અને સિયાચિન જેવા વિસ્તારોમાં અતિશય ઠંડી અને ઓક્સિજનની કમીને કારણે સૈનિકો અને પરંપરાગત સાધનો માટે કામ કરવું મુશ્કેલ બને છે. હવે દૂરના વિસ્તારોમાં સામાન પહોંચાડવા માટે પગપાળા સૈનિકો, ખચ્ચર કે જૂના હેલિકોપ્ટર પર નિર્ભર રહેવાને બદલે આ ડ્રોન એક ઝડપી અને ઉત્તમ વિકલ્પ બનશે.

