મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઇન્ડિયન એર ફોર્સના Rafale અને Sukhoiની ગર્જના: સરહદ પર લાગુ કરાયું NOTAM

Indian Air Force 23 થી 25 જુલાઈ દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક બે દિવસ સુધી કવાયત કર

ઇન્ડિયન એર ફોર્સના Rafale અને Sukhoiની ગર્જના: સરહદ પર લાગુ કરાયું  NOTAM

Indian Air Force 23 થી 25 જુલાઈ દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક બે દિવસ સુધી કવાયત કરશે. ઇન્ડિયન એર ફોર્સ  રાજસ્થાનના બાડમેર અને જોધપુર સેક્ટર વચ્ચે આ ડ્રિલ યોજશે. આ વિસ્તાર પાકિસ્તાની સરહદની નજીક આવેલો છે. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હવાઈ સંઘર્ષ દરમિયાન મોટાભાગના પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો આવ્યા હતા. જોકે, ઇન્ડિયન એર ફોર્સે તેમને તોડી પાડ્યા હતા. એર ફોર્સની કવાયતને ધ્યાનમાં રાખતા, આ વિસ્તાર માટે એક NOTAM જારી કરવામાં આવ્યું છે એટલે કે Airspace ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે.

Rafale અને Sukhoiને પણ આ ડ્રિલમાં કરાશે સામેલ 

ભારતીય વાયુસેનાની આ કવાયતમાં Rafale, Sukhoi-30 અને Jaguar જેવા ફ્રન્ટલાઈન ફાઇટર એરક્રાફ્ટ તેમજ અન્ય એરક્રાફ્ટનો સમાવેશ થશે. ભારતીય વાયુસેના Rafale અને Mirage 2000 સાથે મુખ્ય સરહદી કવાયતો કરશે. આ કવાયતને પૂર્વ-આયોજિત, નિયમિત તાલીમ કવાયત તરીકે વર્ણવવામાં આવી રહી છે. તે જમીન અને હવાઈ લક્ષ્યો સહિત વિવિધ યુદ્ધ પરિસ્થિતિઓ તેમજ રાત્રિ ઓપરેશનનો પણ સમાવેશ કરવામાં આવશે.

NOTAM(Notice to Airmen) અમલમાં મુકવાનું કારણ શું?

NOTAM જારી થયા પછી, કોઈપણ પેસેન્જર વિમાનને સંબંધિત એરસ્પેસમાં ઉડવાની મંજૂરી નથી. જેથી આવી સ્થિતિમાં, વાયુસેનાના વિમાનો મુક્તપણે ઉડી શકે છે અને તેને કોઈ પણ પેસેન્જર વિમાન અડચણરુપ બને નહિ.  Missile અને Drone પણ સરળતાથી ઉડી શકે છે અને કોઈપણ પ્રકારના અકસ્માતનું જોખમ રહેતું નથી. બીજી બાજુ, જો તે પેસેન્જર વિમાનો હોય, તો Missile અથવા Droneનો તેમની સાથે અથડાવાનો ભય રહે નહિ અને જો કોઈ અકસ્માત સર્જાય તો તેમાં સામાન્ય લોકોના મૃત્યુની સંભાવના રહે છે. 

આ સમાચાર શેર કરો