Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India news: Another Air India plane has a fault,

India news: એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ, 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2025
લાઇવ ટીવીGoogle News
India news: એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ, 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા
સોર્સ : gstv

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે ત્યારથી એક પછી એક અનેક વિમાનોમાં ગરબડના અહેવાલ સામે આવવા લાગ્યા છે. ત્યારે વધુ એક એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2455 ને ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈમાં ડાઈવર્ટ કરવી પડી છે. 

App Store

વિમાનમાં 5 સાંસદ સવાર હતા 

આ વિમાન ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું, જ્યાં વિમાનની જરૂરી તપાસ શરૂ કરાઈ છે. આ ફ્લાઇટમાં પાંચ સાંસદો - કેસી વેણુગોપાલ, કોડિક્કુનીલ સુરેશ, અદૂર પ્રકાશ, કે. રાધાકૃષ્ણન અને રોબર્ટ બ્રુસ - દિલ્હી જઈ રહ્યા હતા.

કોંગ્રેસ નેતાએ આપી માહિતી 

કોંગ્રેસના નેતા અને સાંસદ કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે માહિતી શેર કરી. તેમણે કહ્યું કે ફ્લાઇટ મોડી શરૂ થઈ હતી અને ટેક-ઓફ પછી તરત જ અમને અભૂતપૂર્વ ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો. લગભગ એક કલાક પછી કેપ્ટને ફ્લાઇટ સિગ્નલમાં ખામી જાહેર કરી અને વિમાનને ચેન્નાઈ તરફ વાળ્યું.

ટોપિક્સ:gstvindiaplanechennai