Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'India is with Russia': PM Modi condemned the terror attack in Moscow

'ભારત રશિયાની સાથે છે' :PM મોદીએ મોસ્કોમાં આતંકી હુમલાની કરી નિંદા

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2024
લાઇવ ટીવીGoogle News
'ભારત રશિયાની સાથે છે' :PM મોદીએ મોસ્કોમાં આતંકી હુમલાની કરી નિંદા

રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે મોટો આતંકી હુમલો થયો હતો. બંદૂકધારીઓએ એક મોટા ખ્રિસ્તી મેળાવડાના સ્થળે લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 100 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે રશિયા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આતંકીઓ સેનાની વર્દી પહેરીને સમારોહના સ્થળે ઘૂસ્યા હતા.

App Store

પીએમ મોદીએ કહ્યું, 'મોસ્કોમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે. ભારત દુખની આ ઘડીમાં રશિયન ફેડરેશનની સરકાર અને લોકો સાથે એકતામાં ઊભું છે. થોડા દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયામાં યોજાયેલી ચૂંટણી જીતીને સત્તા પર પોતાની પકડ વધુ મજબૂત કરી હતી. આવી સ્થિતિમાં આ ઘટના તેમના માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.

https://x.com/narendramodi/status/1771373140381405540?s=20

 

છેલ્લા બે દાયકામાં રશિયામાં આ સૌથી ભયાનક આતંકવાદી હુમલો માનવામાં આવે છે. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને આ હુમલાને મોટી દુર્ઘટના ગણાવી હતી. રશિયાની ટોચની તપાસ એજન્સી ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી તપાસ કરી રહી છે.


કેટલાક રશિયન મીડિયા આઉટલેટ્સે ગોળીબારની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે ગોળીબારના કારણે સ્થળ પરના એક મોલમાં આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં બિલ્ડિંગની ઉપરથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.

આ હુમલો ત્યારે થયો જ્યારે પ્રખ્યાત રશિયન રોક બેન્ડ 'પિકનિક'ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. આ હોલમાં 6,000 થી વધુ લોકો બેસી શકે છે.