Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Income Tax notice of Rs 30 crore to farmer with two and a half bighas of land

અઢી વીઘા જમીનની માલિકી ધરાવતા ખેડૂતને ઇન્કમટેક્સની 30 કરોડની નોટિસ

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2025
લાઇવ ટીવીGoogle News
અઢી વીઘા જમીનની માલિકી ધરાવતા ખેડૂતને ઇન્કમટેક્સની 30 કરોડની નોટિસ

 ઉત્તર પ્રદેશના મથુરામાં માત્ર અઢી વીઘા ખેતરના માલિક એક ખેડૂતને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ. 30 કરોડની નોટિસ ફટકારી હતી. આઈટીની નોટિસ મળતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને તેણે તેની ઓળખનો દુરૂપયોગ થયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

App Store

ત્રણ વર્ષ પહેલાં આપી હતી 14 કરોડની નોટિસ 

ઉત્તર પ્રદેશના મથુરાના ખેડૂત સૌરભ કુમારને 26 માર્ચે આવકવેરા વિભાગે પોસ્ટ મારફત રૂ. 30 કરોડની નોટિસ ફટકારી હતી. સૌરભે કહ્યું કે તેના પાન કાર્ડ પર બે જીએસટી નંબર લેવાયા છે, જેના પર બે નકલી કંપની બનાવાઈ છે. આ કંપનીઓમાં કરોડો રૂપિયાનો કારોબાર થયો છે. સૌરભે કહ્યું કે, ત્રણ વર્ષ પહેલાં આઈટી વિભાગે તેને રૂ. 14 કરોડની નોટિસ આપી હતી. 

મથુરામાં માત્ર અઢી વીઘા જમીન 

પહેલા તેને લાગ્યું કે કોઈએ તેની સાથે મજાક કરી હશે. જો કે, પાછળથી વકીલ મારફત તેણે આઈટી વિભાગને જવાબ મોકલ્યો કે તેણે કોઈ જીએસટી નંબર લીધો નથી. ત્યાર પછી તેણે આ બાબત પર કોઈ ધ્યાન આપ્યું નહોતું. 

કેસની તપાસમાં સામે આવ્યા બે GST નંબર 

હવે 27 માર્ચે તેની પાસેથી ફરી રૂ. 16 કરોડની લેવડદેવડની માહિતી માગવામાં આવી હતી. આથી સૌરભકુમારે મથુરામાં એસપી સીટી ડૉ. અરવિંદ કુમારને ફરિયાદ કરી હતી અને આ કેસમાં તપાસ કરીને રિપોર્ટ આપવા માગ કરી હતી. આ કેસની તપાસ કરવામાં આવતા ખેડૂતના પાન કાર્ડ પર એક જીએસટી નંબર એચઆર એન્ટરપ્રાઈઝ જ્યારે બીજો કવિતા ઈન્ડસ્ટ્રીઝના નામે લેવાયો છે. આ બંને દિલ્હીના શકરપુરના સરનામા પર લેવાયા છે.

 

ટોપિક્સ:IT Noticefarmer