VIDEO: ભોપાલમાં ખેડૂત આંદોલન સામે સરકાર ભીંસમાં
મધ્યપ્રદેશમાં મગની ખરીદીને લઈને ખેડૂતોનું આંદોલન હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વ હેઠળ હજારો ખેડૂતો 7 દિવસનું રાશન-પાણી સાથે લઈને ભોપાલ પહોંચી ગયા છે. રસ્તામાં ઘણી જગ્યાએ પોલીસના બેરિકેડ હટાવવામાં આવ્યા અને ધક્કામુક્કી પણ થઈ, પરંતુ ખેડૂતો મુખ્યમંત્રી આવાસ તરફ આગળ વધતા રહ્યા. ખેડૂતો બેરિકેટ્સ હટાવી બસ પર ચઢી ગયા હતા અને પોલીસ તેમને રોકવામાં નિષ્ફળ રહી. આંદોલનકારીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે 100 ટકા મગની ખરીદી, ખાતર વિતરણ વ્યવસ્થામાં સુધારો અને ખેડૂતો સાથે જોડાયેલા પડતર મુદ્દાઓ પર નક્કર નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓ પાછા નહીં હટે. બીજી તરફ મુખ્યમંત્રીએ ખેડૂતોની માગને લઈને આશ્વાસન આપ્યું છે અને ખાતરી પણ આપી છે, પરંતુ ખેડૂતો પોતાની માગનું યોગ્ય નિરાકણ ન આવે ત્યાં સુધી પીછેહઠ કરવાના મૂડમાં નથી.

