VIDEO: આઈઆઈટી-બોમ્બે વિદ્યાર્થી આત્મહત્યા કેસ: પ્રોફેસર સૂર્યનારાયણ ડુલ્લાની આઠ કલાક પૂછપરછ કરાઈ
સોર્સ : gstv
આઈઆઈટી-બોમ્બેના બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેના આત્મહત્યા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સંસ્થાના પ્રોફેસર સૂર્યનારાયણ ડુલ્લાનું આઠ કલાક સુધી નિવેદન નોંધ્યું હતું. વાકોડેના પરિવારે પ્રોફેસર પર હેરાનગતિનો આરોપ મૂક્યો છે, જોકે પ્રોફેસરે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હવે તપાસના ભાગરૂપે ડિરેક્ટર શિરીષ કેદારેને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે….મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન મોબાઈલ વાપરવા બદલ પકડાયાના થોડા કલાકો બાદ સાહિલ હોસ્ટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે પરીક્ષા ખંડના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા છે, જેમાં પ્રોફેસર ડુલ્લા સાહિલને બહાર જતા કહેતા નજરે પડે છે. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

