VIDEO: આઈઆઈટી બોમ્બે: વિદ્યાર્થીના મૃત્યુના વિરોધ બાદ મિડ-સેમેસ્ટર પરીક્ષા મુલતવી, નવી તારીખો જાહેર કરાઈ
સોર્સ : gstv
IIT બોમ્બેએ કેમ્પસમાં વિદ્યાર્થી સાહિલ વાકોડેના દુઃખદ મૃત્યુ બાદ થયેલા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે યોજાનારી મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખી છે. હવે આ પરીક્ષાઓ આગામી ૧૦ અને ૧૧ ઓક્ટોબરે લેવાશે….આ ઘટનાની ગંભીરતાને જોતાં સંસ્થાએ સંબંધિત ઇન્વિજિલેટરને રજા પર મોકલી દીધા છે અને સમગ્ર મામલાની તપાસ માટે ૧૦ સભ્યોની સમિતિ બનાવી છે, જે ૧૦ દિવસમાં અહેવાલ આપશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હોસ્ટેલમાં ટ્વિન-શેરિંગ મોડલ લાગુ કરવા પર પણ વિચારણા ચાલી રહી છે, જેની ચર્ચા ડાયરેક્ટર સાથેની બેઠકમાં કરવામાં આવી હતી.

