મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

"તમે Gen-Z નથી, તો જીવનમાં બીજું કરો છો શું?": દિલ્હી હાઈકોર્ટે CJP નેતાઓને બરાબરના ખખડાવતા અરજી પાછી ખેંચવી પડી!

જેલમાંથી બહાર આવવા CJP નેતાઓનો મોટો દાવ! રાતોરાત પહોંચ્યા હાઈકોર્ટ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન બાદ અટકાયતમાં લેવાયેલા કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ દિલ્હી હાઈકોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલા ડિટેન્શન ઓર્ડરને પડકારતી આ અરજી પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા કે વૈકલ્પિક ઉપાયો ઉપલબ્ધ હોવા છતાં અરજદારો સીધા હાઈકોર્ટમાં કેમ આવ્યા? અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે અરજદારોએ પહેલાં નીચલી અદાલતની પ્રક્રિયા અનુસરવી જોઈએ.

વૈકલ્પિક ઉપાયો ઉપલબ્ધ હોવા છતાં સીધા હાઈકોર્ટ કેમ આવ્યા?

બુધવારે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ CJP નેતાઓ તરફથી હાજર રહેલા વકીલ અભીક ચિમનીએ બેન્ચને માહિતી આપી હતી કે તેઓ પોતાની અરજી પાછી ખેંચી રહ્યા છે. અગાઉ હાઈકોર્ટે અરજદારોને પૂછ્યું હતું કે તેઓ SEM સમક્ષ સુનાવણીની રાહ જોયા વગર અને અન્ય વૈકલ્પિક કાનૂની રસ્તાઓ અજમાવ્યા વિના સીધા બંધારણની કલમ 226 હેઠળ હાઈકોર્ટમાં કેમ આવ્યા?

તમે બીજી વાર શાંતિ બોન્ડ તોડ્યો, હાઈકોર્ટની વેધક ટિપ્પણી

સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે નોંધ્યું હતું કે બંને નેતાઓએ જંતર-મંતર ખાતે બળજબરીપૂર્વક ઘૂસીને અને ઝંડો લહેરાવીને કથિત રીતે બીજી વખત શાંતિ જાળવવાના બોન્ડનો ભંગ કર્યો છે. આવી સ્થિતિમાં તંત્રને તેમની સામે વધુ કડક પુરાવા માંગવા સંપૂર્ણ હકદાર કેમ ન ગણાય? અદાલતે અરજીની યોગ્યતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના 19 ઑક્ટોબરના આદેશને સીધો હાઈકોર્ટમાં પડકારવાને બદલે સેશન્સ કે એપેલેટ કોર્ટ સમક્ષ પડકારવાનો વૈકલ્પિક કાનૂની રસ્તો ઉપલબ્ધ હતો. વળી, મેજિસ્ટ્રેટ સમક્ષ કસ્ટડી સંબંધિત કાર્યવાહીમાં શું નિર્ણય આવે છે તે જોવાનું હજુ બાકી હતું.

તમે જેન-ઝી (Gen Z) નથી?: જસ્ટિસ પ્રસાદની ટકોર

સુનાવણી દરમિયાન જસ્ટિસ પ્રસાદે અરજદારોના વકીલ અભીક ચિમનીને સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ઉંમર પૂછી હતી. વકીલે જ્યારે જણાવ્યું કે તેમની ઉંમર અનુક્રમે 27 અને 31 વર્ષ છે, ત્યારે જજે ટિપ્પણી કરી હતી કે, તો તમે જેન-ઝી (Gen Z) નથી? પોતાના આ સવાલની સ્પષ્ટતા કરતાં જસ્ટિસ પ્રસાદે જણાવ્યું કે શરૂઆતનું આંદોલન વિદ્યાર્થીઓ અને યુવા પેઢી સાથે જોડાયેલું હતું, પરંતુ હવે મૂળ હેતુ બદલાઈ રહ્યો હોય તેવું લાગે છે જ્યારે ચહેરાઓ તે જ જૂના લોકોના છે.

તમે જીવનમાં બીજું શું કરો છો?: હાઈકોર્ટનો સવાલ

જસ્ટિસ પ્રસાદે વધુમાં સવાલ ઉઠાવ્યા કે, અચાનક જ તેઓ 'શાસન પરિવર્તન' (Regime Change) અને બેલેટની વાતો કરવા લાગ્યા છે… આખરે તમારો વાસ્તવિક હેતુ શું છે? તમે તમારા સામાન્ય જીવનમાં આ સિવાય બીજું શું કરો છો? અમારે હવે આ તમામ પ્રશ્નોની ઊંડાણમાં તપાસ કરવી પડશે.

જંતર-મંતરમાં ઘૂસ્યા બાદ બંનેને 7 દિવસની કસ્ટડીમાં રખાયા હતા

સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ 14 ઑક્ટોબરના રોજ જંતર-મંતર ખાતે સુરક્ષા કોર્ડન તોડીને ઘૂસવાના આરોપસર કરવામાં આવી હતી. સોમવારે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા તેમની કસ્ટડી વધુ 2 દિવસ માટે લંબાવવામાં આવી હતી, જેથી તેમની કુલ કસ્ટડી 7 દિવસની થઈ ગઈ છે. દિલ્હી પોલીસના એસીપી રેન્કના અધિકારી અને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રિતુ રાજે સહી કરેલા આદેશમાં નોંધ્યું હતું કે બંનેનું વર્તન જરાય "વિશ્વાસપાત્ર" નથી, તેઓ "કાયદા પ્રત્યે કોઈ સન્માન" ધરાવતા નથી અને પ્રતિબંધિત વિસ્તારમાં વારંવાર પ્રદર્શનોનું આહવાન કરવાની ટેવ ધરાવે છે.

જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા તોડીને અંદર પ્રવેશવા બદલ કસ્ટડીમાં લેવાયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી હાઈકોર્ટ તરફથી આકરા સવાલોનો સામનો કરવો પડ્યો છે. અદાલતે તીખી ટિપ્પણી કરતાં પૂછ્યું હતું કે, "તમે 10 ઑક્ટોબરે શાંતિ બોન્ડ (Peace Bond) ભર્યો અને 11 ઑક્ટોબરે જ તેને તોડી નાખ્યો?" આ આકરી સુનાવણી બાદ બંને પક્ષોની વિનંતીથી હાઈકોર્ટે તેમની કસ્ટડી પડકારતી અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી દીધી છે.

આ સમાચાર શેર કરો