Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : If DNA test does not prove paternity, child support is not required: Supreme Court's

VIDEO/ જો DNA ટેસ્ટમાં પિતા સાબિત ન થાય, તો બાળકને ભરણપોષણ આપવું જરૂરી નથી : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભરણપોષણ (Maintenance) ને લઈને એક અત્યંત મહત્ત્વનો અને મોટો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો DNA ટેસ્ટ દ્વારા એ સાબિત થઈ જાય કે કોઈ વ્યક્તિ બાળકના બાયોલોજિકલ પિતા નથી, તો તેને તે બાળકના ઉછેર માટે ભરણપોષણ આપવા માટે મજબૂર કરી શકાય નહીં. ભલે તે બાળકનો જન્મ લગ્ન જીવન દરમિયાન જ થયો હોય, પરંતુ વૈજ્ઞાનિક પુરાવા કાયદાકીય અનુમાન કરતા વધુ પ્રબળ ગણાશે.

શું હતો સમગ્ર મામલો?

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચ એક મહિલાની અપીલ પર સુનાવણી કરી રહી હતી. આ કેસમાં દંપતીના લગ્ન 2016માં થયા હતા, પરંતુ ત્યારબાદ વિવાદો શરૂ થયા હતા. મહિલાએ પોતાના અને બાળકી માટે ભરણપોષણ  માંગ્યું હતું.  ટ્રાયલ દરમિયાન પતિએ DNA ટેસ્ટની માંગ કરી હતી, જેના રિપોર્ટમાં ખુલાસો થયો કે તે વ્યક્તિ બાળકીના પિતા નથી. આ રિપોર્ટના આધારે ટ્રાયલ કોર્ટ અને ત્યારબાદ હાઈકોર્ટે બાળકીને ભરણપોષણ  આપવાની અરજી ફગાવી દીધી હતી, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.

વિજ્ઞાન અને કાયદા વચ્ચેનો સંઘર્ષ: સુપ્રીમ કોર્ટનો તર્ક

કોર્ટે આ ચુકાદો આપતી વખતે જૂના કેસો અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (Indian Evidence Act) ની કલમ 116 પર ચર્ચા કરી હતી. કોર્ટે મહત્ત્વના મુદ્દાઓ રજૂ કર્યા:

  • વૈજ્ઞાનિક પુરાવાનું મહત્ત્વ: કોર્ટે જણાવ્યું કે જ્યારે વૈજ્ઞાનિક પુરાવા (DNA ટેસ્ટ) અને કાયદાકીય ધારણાઓ વચ્ચે સંઘર્ષ થાય, ત્યારે વિજ્ઞાનની જીત થવી જોઈએ.

  • DNA ટેસ્ટમાં સાવધાની: બેન્ચે સ્વીકાર્યું કે સામાન્ય રીતે DNA ટેસ્ટનો આદેશ આપતી વખતે કોર્ટે સાવચેત રહેવું જોઈએ, પરંતુ આ કિસ્સામાં ટેસ્ટ પહેલેથી જ થઈ ચૂક્યો હતો અને રિપોર્ટ સાચો સાબિત થયો હતો.

  • સંમતિ અને અંતિમ રિપોર્ટ: અરજદારે પોતે ટેસ્ટ માટે સંમતિ આપી હતી અને રિપોર્ટના પરિણામોને ક્યારેય પડકાર્યા નહોતા, તેથી હવે તે રિપોર્ટ અંતિમ અને માન્ય ગણાશે.

બાળકની સુરક્ષા અંગે ચિંતા

સુપ્રીમ કોર્ટે મહિલાની અપીલ તો ફગાવી દીધી છે, પરંતુ બાળકના ભવિષ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગને સૂચના આપી છે. કોર્ટે આ વિભાગને બાળકની સ્થિતિની તપાસ કરવા અને જો કોઈ ખામી જણાય તો જરૂરી પગલાં લેવા માટે નિર્દેશ આપ્યા છે.

અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ

સર્વોચ્ચ અદાલતે 2023ના 'અપર્ણા અજિંક્ય ફિરોદિયા' અને 2025ના 'ઈવાન રતિનમ' કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોર્ટોએ હંમેશા DNA ટેસ્ટનો આદેશ આપવામાં હિચકિચાટ બતાવ્યો છે અને અમે તે વલણ સાથે સહમત છીએ. પરંતુ જે કિસ્સામાં વિજ્ઞાન સ્પષ્ટપણે પિતૃત્વ નકારે છે, ત્યાં વ્યક્તિને નાણાકીય જવાબદારી લેવા દબાણ ન કરી શકાય.

App Store