Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : If children's Aadhaar is not updated before the age of 7, it will be deactivated

7 વર્ષની ઉંમર પહેલા બાળકોના આધાર અપડેટ નહીં કરાવો તો થઈ જશે ડિએક્ટિવેટ, જાણો આધાર અપડેટ કેમ જરૂરી છે

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
7 વર્ષની ઉંમર પહેલા બાળકોના આધાર અપડેટ નહીં કરાવો તો થઈ જશે ડિએક્ટિવેટ, જાણો આધાર અપડેટ કેમ જરૂરી છે
સોર્સ : GSTV

UIDAI એ પાંચ વર્ષથી નાની ઉંમરે જે બાળકોના આધાર કાર્ડ બનાવાયા હતા તેને લઈને મહત્ત્વની માહિતી આપી છે. લેટેસ્ટ અપડેટ અનુસાર જે બાળકોનું આધાર કાર્ડ પાંચ વર્ષની ઉંમર પહેલા બનાવવામાં આવ્યું હોય તો તેને 7 વર્ષની ઉંમર પહેલા તેમની બાયોમેટ્રિક માહિતી, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ તેમજ ચહેરો અપડેટ કરાવવો પડશે. જો આ નહીં કરાવવામાં આવે તો તેમનો આધાર નંબર ડિએક્ટિવેટ થઈ જશે. 

App Store

કેમ જરૂરી છે આધાર અપડેટ? 

બાળપણમાં આધાર બનાવતા સમયે ફક્ત નામ, જન્મ તારીખ, સરનામું અને ફોટા જેવી માહિતી લેવામાં આવે છે. કારણ કે, તે સમયે તેમની બાયોમેટ્રિક જાણકારી સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતી. આ અપડેટ એટલે પણ જરૂરી  છે કારણ કે, તેનાથી બાળકોને શાળામાં પ્રવેશ પરીક્ષા, શિષ્યવૃત્તિ અને DBT જેવી સેવાઓમાં મુશ્કેલી થઈ શકે છે. UIDAI એ બાળકોના માતા-પિતાને આ વાતની સૂચના SMSના માધ્યમથી મોકલવાની શરૂ કરી દીધી છે. ચાલો જાણીએ કેવી રીતે તમે ફ્રીમાં બાયોમેટ્રિક ડિટેલ્સ અપડેટ કરી શકે છે.

 

ફ્રીમાં કેવી રીતે આધાર કાર્ડ કરાવવું અપડેટ?

બાળકોના આધારમાં બાયોમેટ્રિક ડિટેલ્સ અપડેટ કરાવવા માટે નજીકના કોઈપણ આધાર સેવા કેન્દ્ર અથવા સત્તાવાર કેન્દ્ર પર જાવ. આનાથી બાળકોનો ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ અપડેટ થશે. 

આધાર સેવા કેન્દ્ર ઓનલાઇન કેવી રીતે શોધવુ? 

આ માટે સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાવ. હવે ‘My Aadhaar’ સેક્શન પર ક્લિક કરો અને "Locate an Enrolment Center" અથવા "Aadhaar Seva Kendra" નો વિકલ્પ પસંદ કરો. ‘State’ અથવા ‘PIN Code’થી સર્ચ કરો. Captcha દાખલ કરો અને ‘Locate a Center’ પર ક્લિક કરો. ત્યારબાદ તમને નજીકના તમામ Aadhaar Seva Kendraની યાદી મળી જશે. 

7 વર્ષ બાદ આધાર અપડેટ કરાવવા માટે ભરવા પડશે 100 રૂપિયા

0-5 વર્ષના બાળકો માટે ફક્ત ફોટો-ડેમોગ્રાફિક માહિતી અપડેટ કરવી મફત છે. 5-7 વર્ષના બાળકો માટે, પ્રથમ બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત અને મફત છે. 7 વર્ષ પછી, 15 વર્ષ સુધી આધારમાં વિગતો અપડેટ કરવા માટે 100 રૂપિયાનો ચાર્જ છે. 15 થી 17 વર્ષની ઉંમરે બીજી અપડેટ કરાવવું પણ મફત છે.

જરૂરી દસ્તાવેજ

આધાર અપડેટ કરવા માટે, તમારે બાળકના આ દસ્તાવેજોની જરૂર પડશે. જેમાં, જન્મ પ્રમાણપત્ર, સ્કૂલ ID વગેરે. આ સાથે માતા-પિતાએ તેમનું આધાર કાર્ડ પણ સાથે રાખવું જોઈએ.