Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : I wanted to break the fast at the hands of Rahul Gandhi, Parliament was formulated for March special scheme

VIDEO: હું ઈચ્છતો હતો કે રાહુલ ગાંધીના હાથે અનશન તોડું, સંસદ માર્ચ માટે ઘડાઈ હતી ખાસ યોજના

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

NEET પેપર લીક વિરોધ અને 'કોકરોચ જનતા પાર્ટી'ના આંદોલનને લઈને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકનું મોટું નિવેદન સામે આવ્યું છે. 36 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કરનારા સોનમ વાંગચુક જણાવ્યુ હતું કે તેઓ ઈચ્છતા હતા કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમને જ્યુસ પીવડાવીને સન્માનજનક રીતે તેમનું આમરણાંત ઉપવાસ પૂર્ણ કરાવે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો સત્તાપક્ષ તરફથી કોઈ જવાબ ન મળે તો વિપક્ષ આ મુદ્દાની જવાબદારી લે અને સંસદમાં દેશના યુવાનોનો અવાજ બુલંદ કરે.

App Store

20 જુલાઈના સંસદ માર્ચ માટે ઘડાઈ હતી ખાસ યોજના

20 જુલાઈના રોજ યોજાનારા સંસદ માર્ચ અંગે વાંગચુક જણાવ્યુ કે તેમની યોજના ખૂબ જ શાંતિપૂર્ણ હતી. તેમણે વિચાર્યું હતું કે તેઓ વધુ 12 દિવસ આમરણાંત ઉપવાસ લંબાવીને 20 જુલાઈએ સંસદ ભવન જઈ સાંસદોને પોતાનું આવેદનપત્ર સોંપશે. તેમના સહયોગી આશુતોષ અને સૌરભે 10 થી 15 હજાર લોકો આવવાની ધારણા રાખી હતી, પરંતુ માર્ચમાં 1 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. તેમણે ઉમેર્યું કે કોઈ તોડફોડ કે હિંસા કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.

સોનમ વાંગચુકના જણાવ્યા મુજબ, તેઓ માત્ર એટલું જ ઈચ્છતા હતા કે સંસદ સુધી પહોંચીને આ મહત્ત્વપૂર્ણ મુદ્દો સાંસદોને સોંપી દેવામાં આવે અને આંદોલનને વિરામ આપવામાં આવે. પરંતુ આ યોજના પૂર્ણ થાય તે પહેલાં જ 18 તારીખે તેમને બળજબરીથી સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા હતા. આ કારણે તેઓ જે રીતે આંદોલન સન્માનજનક રીતે પૂરું કરવા માંગતા હતા તે શક્ય બની શક્યું નહોતું.

અભિજિત દીપકે નું સણસણતું નિવેદન

આ જ મુદ્દા પર એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિજિત દીપકે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સોનમ વાંગચુક આ આંદોલનનો મુખ્ય ચહેરો હતા અને તેમની બગડતી તંદુરસ્તી અંગે સૌને ચિંતા હતી, છતાં તેઓ આમરણાંત ઉપવાસ છોડવા તૈયાર નહોતા. અભિજિત દીપકે ઉમેર્યું કે બાદમાં તેમને કસ્ટડીમાં લઈ લેવાયા હતા અને માત્ર સરકારના લોકોને જ મળવા દેવાયા હતા. આવી પરિસ્થિતિમાં વાંગચુકને અનિચ્છાએ પોતાના હાથે જ પારણા કરવા પડ્યા હતા.

ટોપિક્સ:GSTV NewsGujarati News