મને વિશ્વાસ છે કે આપણી ચર્ચા સકારાત્મક રહેશે', BRICS સમિટના વૈશ્વિક મહેમાનોને PM મોદીનો ખાસ મેસેજ

આ પરિષદમાં ભાગ લેનારા અન્ય અગ્રણી નેતાઓમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડા વગેરેનો સમાવેશ થાય છે.ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન ભારત જવા રવાના થયા છે. હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે પુષ્ટિ કરી છે કે પેઝેશ્કિયન બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે ઈરાનથી નીકળી ચૂક્યા છે. તેઓ ટૂંક સમયમાં દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે.સવારે ૧૧:૪૦ વાગ્યે – ભારત જવા રવાના થતા પહેલા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કিয়ને કહ્યું, "બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના રાષ્ટ્રોને ડોલર પરની નિર્ભરતામાંથી મુક્ત કરવા અને અમેરિકાની દાદાગીરીના પ્રયાસોનો સામનો કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી."
બ્રિક્સ સમિટને લઈને વિપક્ષી નેતા પી. ચિદમ્બરમના નિવેદનથી વિપરીત, સાંસદ શશી થરૂરે આ સમિટને ગ્લોબલ સાઉથ (Global South) માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવી છે. તેમણે જણાવ્યું કે, 'આ જૂથ વિશ્વની મોટાભાગની વસ્તી અને વૈશ્વિક જીડીપીનો 41 ટકા હિસ્સો ધરાવે છે. ભારતમાં વિદેશી રાષ્ટ્રપ્રમુખોનું એકત્ર થવું એ દેશની રાજદ્વારી ક્ષમતા અને વૈશ્વિક પ્રતિષ્ઠા દર્શાવે છે.' જોકે, તેમણે સભ્યો વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ પર મતમૈક્ય સધાવવામાં રહેલા પડકારો અને વ્યાપારિક અસંતુલન જેવા મુદ્દાઓનો પણ સ્વીકાર કર્યો હતો.
ભાજપનો કોંગ્રેસ પર કટાક્ષ
કોંગ્રેસના આ બે અલગ-અલગ સૂર પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે જ્યારે પણ દેશ આગળ વધે છે અને ભારતનું ગૌરવ વધે છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશાં 'નારાજ ફૂઆ'ની જેમ તેનો વિરોધ કરતી હોય છે. થરૂરના નિવેદને ખુદ કોંગ્રેસની અંદરના વિરોધાભાસને ઉજાગર કરી દીધો છે.
'

