Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Hurricane Arnab expected to hit 3 states! Big bust in Bay of Bengal, Extremely Heavy Rainfall Forecast

VIDEO: 3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી અઠવાડિયે ભારતના ત્રણ રાજ્યોમાં વર્ષનું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું અર્નબ  દસ્તક આપી શકે છે. જોકે, આ અંગે પરિસ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ નથી અને માત્ર પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યા છે. હવામાન નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, દબાણનું ક્ષેત્ર હાલમાં ઉત્તરીય અંદમાન સમુદ્ર અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સ્થિત છે. તેની દિશા પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ છે. શક્યતાઓ સેવાઈ રહી છે કે તે સોમવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. સાથે જ બુધવારે સવારે તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે, અને બંગાળની ખાડીના મધ્ય અને ઉત્તરીય ક્ષેત્રમાં પહોંચી શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મંગળવારથી ઝડપી વરસાદનો દોર શરૂ થઈ શકે છે ,અને બુધવારથી શુક્રવાર સુધી ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગાજવીજ અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુરમાં તેની વધુ અસર માનવામાં આવે છે. આ સિવાય દક્ષિણ 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, પશ્ચિમ વર્ધમાન, બીરભૂમ, મુર્શિદાબાદ, પુરુલિયા અને ઝારગ્રામમાં ભારે વરસાદની શક્યતા છે.

App Store