પૂર-વરસાદથી મોટું નુકસાન, Maan Ki Baatમાં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'Mann Ki Baat' કાર્યક્રમમાં દેશને સંબોધિત કર્યું હતું. 2014માં શરૂ થયેલ Mann ki Baat કાર્યક્રમનો 125મો એપિસોડ હતો જેમાં PM મોદીએ કેટલાક મુદ્દા પર ચર્ચા કરી હતી.
પ્રાકૃતિક આફતનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ 'Mann ki Baat'ની શરૂઆત પ્રાકૃતિક આફતથી કરી હતી. પહાડો પર વરસાદ આફત બની ગઇ છે. પીએમ મોદીએ રેસક્યૂ ઓપરેશનની તમામ ડિટેલ શેર કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે NDRF અને SDRFની ટીમો સહિત સુરક્ષાદળોએ દિવસ-રાત મહેનત કરીને દરેક શક્ય મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
જમ્મુ કાશ્મીરમાં 2 સિદ્ધિ મળી
પીએમ મોદીએ કહ્યું કે, 'જમ્મુ કાશ્મીરમાં બે મોટી સિદ્ધિ મેળવી છે. પુલવામા સ્ટેડિયમમાં રેકોર્ડ સંખ્યામાં લોકો ભેગા થયા અને અહીં ડે-નાઇટ ક્રિકેટ મેચ રમાઇ. પહેલા આ અશક્ય હતું પરંતુ હવે મારો દેશ બદલાઇ રહ્યો છે. આ મેચ રોયલ પ્રીમિયર લીગનો ભાગ હતી.'
જમ્મુ કાશ્મીરમાં બીજી સિદ્ધિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, 'દેશમાં પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શ્રીનગરની ડિલ ઝીલમાં યોજાઇ, જેમાં ભારતમાંથી 800થી વધુ એથલીટ્સે ભાગ લીધો હતો.'
સુરતના સુરક્ષા ગાર્ડનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં સુરતના એક સુરક્ષા ગાર્ડનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સુરતના એક સુરક્ષા ગાર્ડ જિતેન્દ્રસિંહ રાઠોડની પ્રેરક વાર્તા છે જેમણે ભારતના શહીદોના સન્માનમાં તેમની સ્મૃતિઓને જીવિત રાખવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ છે.
વિદેશ પ્રવાસે પીએમ મોદી
વડાપ્રધાન મોદી વિદેશના પ્રવાસે છે. જાપાન બાદ PM મોદી SCO શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. 7 વર્ષ બાદ પીએમ મોદીએ ચીનની ધરતી પર પગ મુક્યો છે. પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકબીજાને મળ્યા હતા.

