VIDEO: મનકામેશ્વર મંદિરે ભક્તોની ભારે ભીડ
સોર્સ : gstv
પ્રયાગરાજના પ્રસિદ્ધ મનકામેશ્વર મંદિરમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન અને પૂજા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ ભગવાન મનકામેશ્વર મહાદેવના દર્શન કરી જળાભિષેક અને પૂજા-અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. શ્રાવણના અંતિમ સોમવારને લઈને મંદિર ખાતે વિશેષ ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

