Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Huge crowd of devotees at Ayodhya's Ram temple amid controversy over donation theft

VIDEO: અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના વિવાદ વચ્ચે ભક્તોની ભારે ભીડ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અયોધ્યાના રામ મંદિરમાં દાનની ઉચાપતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ વિવાદે ભારે ચર્ચા જગાવી છે. આ વિવાદની વચ્ચે પણ ભક્તોની આસ્થા પર કોઈ આંચ આવી નથી. સામાન્ય રીતે જ્યારે કોઈ ધાર્મિક સ્થળ સાથે વિવાદ જોડાય છે, ત્યારે ત્યાં ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળતો હોય છે. પરંતુ અયોધ્યાના કિસ્સામાં ચિત્ર તદ્દન અલગ છે. દાનની હેરાફેરીના આક્ષેપો અને ચાલી રહેલી તપાસની વચ્ચે પણ રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ યથાવત જોવા મળી રહી છે. દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે અને રામલલાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિર પરિસરમાંથી સામે આવેલા દ્રશ્યો દર્શાવે છે કે વિવાદોથી પર રહીને સામાન્ય જનતા પોતાની ભક્તિમાં લીન છે. ભક્તો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે

App Store