Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Huge amount of cash recovered from household help of Sanjiv Lal in Jharkhand

ઝારખંડ/ મંત્રીના અંગત સચિવના નોકરના ઘરમાંથી મળ્યો નોટોનો ઢગલો, EDના અધિકારીઓ ચોકી ગયા

Timeછેલ્લું અપડેટ : 06 May 2024
લાઇવ ટીવીGoogle News
ઝારખંડ/ મંત્રીના અંગત સચિવના નોકરના ઘરમાંથી મળ્યો નોટોનો ઢગલો, EDના અધિકારીઓ ચોકી ગયા

EDએ ઝારખંડના રાંચીમાં કેટલીક જગ્યાએ દરોડા પાડીને કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે. ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ (પર્સનલ સેક્રેટરી) સંજીવ લાલના નોકરના ઘરે EDએ રોકડ જપ્ત કરી છે. સુત્રો અનુસાર, 30 કરોડ રૂપિયા રોકડ મળી હોવાનું અનુમાન છે.

App Store

ED એ કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લૉન્ડરિંગ કેસમાં ફેબ્રુઆરી 2023માં ઝારખંડના ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વીરેન્દ્ર કે.રામની ધરપકડ કરી હતી.

EDનું માનવું છે કે આ કાળી કમાણીનો ભાગ છે. કેટલાક દિવસ પહેલા જ પીએમ મોદી જ્યારે ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે  ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમની રેલીના કેટલાક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાંથી મોટી સંખ્યામાં રોકડ મળી છે.