RBI પાસે હાલમાં કેટલું સોનું છે? છેલ્લા છ મહિનામાં ભારતમાં 64 ટન સોનું લાવવામાં આવ્યું
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દેશમાં સોનું પાછું લાવવામા

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દેશમાં સોનું પાછું લાવવામાં આવી રહ્યું છે. છેલ્લા છ મહિનામાં આરબીઆઇએ 64 ટન સોનું ભારતમાં પાછું લાવ્યું છે. આ પગલું તેની સંપત્તિઓને સુરક્ષિત રાખવાના હેતુથી લેવામાં આવ્યું છે. વિશ્વભરમાં રાજકીય ઉથલપાથલને કારણે તણાવ વધી રહ્યો છે. આવી પરિસ્થિતિઓમાં, કેન્દ્રીય બેંક પોતાનું સોનું સાચવવા માંગે છે. તેથી, તે ધીમે ધીમે પોતાનું સોનું દેશમાં પાછું લાવી રહી છે જેથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેની પોતાની સંપત્તિનો ઉપયોગ દેશ વિરુદ્ધ ન થઈ શકે.
આરબીઆઇનું કેટલું સોનું રિઝર્વ છે?
સપ્ટેમ્બર 2025 સુધીમાં ભારત પાસે 880.8 ટન સોનાનો ભંડાર હશે. જોકે, ભારત પાસે આ સોનાનો માત્ર 575.8 ટન જથ્થો છે. બાકીનું 290.3 ટન હજુ પણ વિદેશમાં સંગ્રહિત છે. ભારતનું સોનું બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ અને બેંક ઓફ ઇંગ્લેન્ડ પાસે છે.ત્યાંથી, આરબીઆઇ ધીમે ધીમે સોનું પાછું દેશમાં લાવી રહ્યું છે. માર્ચ 2025થી, 64 ટન સોનું પાછું લાવવામાં આવ્યું છે. વધુમાં, આરબીઆઇના સોનાના ભંડારમાં 14 ટન સોનું રાખવામાં આવ્યું છે.
સોનું પાછું લાવવાની પ્રક્રિયા ઝડપી બની
દુનિયાભરમાં જ્યારે ભૂરાજકીય તણાવ વધી રહ્યો છે. યુ.એસ, યુક્રેન વોર, અને અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની ઘટનાઓ ઘટી રહી છે. આ ઘટનાઓ શરૂ થઇ ત્યારથી ભારતે વિદેશમાં રાખેલું સોનું પાછું લાવવાનું શરૂ કરી દીધું છે. આ પ્રક્રિયા હેઠળ, માર્ચ 2023થી અત્યાર સુધીમાં 274 ટન સોનું ભારતમાં પાછું લાવવામાં આવ્યું છે.
આ છે કારણો મુખ્ય
હાલમાં જ દુનિયામાં એવી ઘટનાઓ ઘટી છે, જેના કારણે વિદેશમાં રહેલી સંપત્તિની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા અને રશિયા-યુક્રેન યુદ્ધના પગલે, G7 જૂથે અફઘાનિસ્તાન અને રશિયા પાસેથી અબજો ડોલરના વિદેશી હૂંડિયામણ ભંડાર જપ્ત કરી લીધા. પશ્ચિમી દેશોના એક જૂથ દ્વારા કરવામાં આવેલા આ પગલાથી વિશ્વભરની કેન્દ્રીય બેંકોને વિદેશમાં રાખેલી તેમની સંપત્તિની સુરક્ષા અંગે ગંભીરતાથી વિચાર કરવા પ્રેરિત કર્યા છે. તેથી, આરબીઆઇ પણ તેની સંપત્તિ સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે તેના સોનાને પોતાની તિજોરીઓમાં રાખવા માંગે છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરની ઘણી કેન્દ્રીય બેંકોનું સોનું બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ અને બેંક ઓફ ઇંગ્લેન્ડ પાસે છે.








