kargil: કારગિલમાં ક્યારથી આવ્યો ઈસ્લામ, જાણો તેનું નામ અને રસપ્રદ ઈતિહાસ

kargil: આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠે પીએમ મોદીએ લદ્દાખમાં 1999ના યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપવા કારગીલ યુદ્ધ સ્મારક પહોંચ્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાન, આતંકવાદ, લદ્દાખ, અગ્નિપથ યોજના અને જમ્મુ-કાશ્મીર પર વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, અહીંથી હું આતંકના આકાઓને લલકાર ફેંકી રહ્યો છું કે તેમની યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય.
જણાવી દઈએ કે કારગિલ એ લદ્દાખનું બીજું સૌથી મોટું શહેર છે. 1.25 લાખથી વધુની વસ્તી ધરાવતું આ શહેર 14,086 ચોરસ વિસ્તારમાં ફેલાયેલું છે. યુદ્ધ બાદ ભલે તે ચર્ચામાં આવ્યું હોય પરંતુ કારગીલ પહેલેથી જ મધ્ય એશિયા, ચીન અને ભારતના વિવિધ વિસ્તારોમાં ચા, ઉન, રેશમ અને કિમતી પત્થરોના વેપારનું કેન્દ્ર રહ્યું છે.
કારગિલ નામ કેવી રીતે પડ્યું?
કારગિલ નામ બે શબ્દો ખાર અને અર્કિલથી બનેલું છે. ખાર એટલે મહેલ અને અર્કિલ એટલે કેન્દ્ર. આમ તેનો અર્થ મહેલો વચ્ચેની જગ્યા એવો થાય છે. વિશ્લેષકો એવું માને છે કે કારગિલ નામ ગાર અને ખિલ શબ્દોને જોડીને થઈ હતી. પરંતુ સમયની સાથે ગાર ખિલ કારગીલ તરીકે ઓળખાવા લાગ્યું. ગારને સ્થાનિક ભાષામાં ‘કોઈપણ સ્થળ’ કહે છે.
કારગિલની સત્તાવાર વેબસાઈટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે બ્યુરોક્રેટ અને ઈતિહાસકાર પરવેઝ દિવાને તેમના પુસ્તક “કારગિલ બ્લન્ડર”માં લખ્યું છે કે કારગિલ નામની એક વ્યક્તિએ થાથા ખાન વિસ્તારમાં પોતાનું જીવનનિર્વાહ કરવા માટે પોયેન અને શિલિકચાય વિસ્તારમાં જંગલો સાફ કર્યા હતા આ જગ્યાનું નામ પોતાના નામ પર રાખ્યું.
આ પ્રદેશમાં રાજવંશ સ્થાપનાર ગિલગિટના રાજવી પરિવારના વંશજ પ્રથમ યોદ્ધા ગશો ખાન છે. જેમણે 8મી સદીની શરૂઆતમાં કારગીલ પર કબજો કર્યો હતો. તેમના સામ્રાજ્યએ કારગીલના સોડ પ્રદેશ પર શાસન કર્યું અને બાદમાં ચિક્તન પ્રદેશમાં કાયમી સ્થાયી થયા. પુરિક સુલતાનને કારગીલનો નિર્માતા માનવામાં આવે છે. જેણે સુરુ પ્રદેશમાં પોતાનું નામ સ્થાપિત કરીને સાંકુથી કરચાય ખાર સુધી શાસન કર્યું હતું. એ પછી જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં તેને ભેળવી દેવામાં આવ્યા.
ઈસ. 15મી સદીમાં મધ્ય એશિયાના શિયા વિદ્વાન મીર શમસુદ્દીન ઈરાકીએ ઈસ્લામના પ્રચાર માટે પોતાના સાથીદારો સાથે બાલ્ટિસ્તાન અને પછી કારગીલનો પ્રવાસ કર્યો. આ દરમિયાન પહેલા બાલ્ટિસ્તાનના વડાએ ઇસ્લામ અપનાવ્યો અને બાદમાં કારગીલના વડાઓએ પણ તેનું અનુસરણ કર્યું. મીર શમસુદ્દીન પહેલા ઈરાકી ખ્વાજા નૂરબખ્શે કારગીલની મુલાકાત દરમિયાન ઈસ્લામનો ઘણો પ્રચાર કર્યો હતો. આ રીતે બૌદ્ધ ધર્મ કારગીલના અમુક ખાસ વિસ્તારો પૂરતો સીમિત રહ્યો. 1979માં જ્યારે એને અગાઉના લેહ જિલ્લામાંથી વિભાજિત કરવામાં આવ્યો કારગિલ લદ્દાખ ક્ષેત્રમાં એક અલગ જિલ્લો બન્યો.
31 ઓક્ટોબર 2019 કારગિલ લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બની ગયું. કારગીલમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ અહીં કુલ 1,40,802ની વસતી છે. જેમાં સૌથી વધુ પ્રમાણ 76.87% મુસ્લિમ પ્રભુત્વ છે. વસ્તીના 7.34 ટકા હિંદુઓ અને 14.29 ટકા લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે તો 0.43 ટકા લોકો ખ્રિસ્તી ધર્મના છે.

