Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'How can a friend say such a thing...' Opposition firebrand leader furious over US statement on deaths of Indians

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે...’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા વિપક્ષના ફાયરબ્રાન્ડ નેતા

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે...’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા વિપક્ષના ફાયરબ્રાન્ડ નેતા
સોર્સ : gstv

 ઓમાન નજીક સમુદ્રમાં એક સામાન્ય વેપારી જહાજ હતું. તેમાં ચોવીસ ભારતીય ખલાસીઓ કામ કરી રહ્યા હતા. US નેવીએ તેના પર હુમલો કર્યો, જેમાં ત્રણ ભારતીયોના મોત થયા. જેને લઈને ભારતે સખત વિરોધ કર્યો. જેમાં માફી માંગવાને બદલે USએ ઘમંડ બતાવ્યું. આમ, ભારતીયોના મોત પર USના નિવેદન પર કોંગ્રેસ નેતા શશિ થરૂર ભડક્યા હતા અને સવાલ કર્યો કે, 'શું ભારતીયોના જીવનની કોઈ કિંમત નથી? કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે...' કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ પવન ખેડાએ પણ USના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.

App Store

શું હતી સમગ્ર ઘટના? 

ઓમાનના દરિયાકાંઠે 'એમટી સેટેબેલો' નામનું એક જહાજ હતું. આ યુદ્ધ જહાજ નહોતું, પરંતુ દરિયામાં માલસામાન વહન કરતું એક નિયમિત વેપારી જહાજ હતું. તેના પર પલાઉનો ધ્વજ લહેરાતો હતો. તેમાં સવાર 24 ખલાસીઓ ભારતીય હતા. US નેવીએ દાવો કર્યો હતો કે, જહાજ તેમના આદેશોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું અને તેથી જ તેઓએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા પછી 21 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ત્રણ ગુમ હતા. પાછળથી જાણવા મળ્યું કે તેઓ માર્યા ગયા હતા.

આ ઘટના બાદ ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરીને ભારતની નારાજગી વ્યક્ત કરી હતી. જયશંકરે જણાવ્યું હતું કે, 'સામાન્ય વેપારી જહાજો સામે આવી ઘાતક કાર્યવાહી અસ્વીકાર્ય છે અને તેના વિશે X પર પોસ્ટ કરી હતી.'

ત્યારબાદ રુબિયોએ શનિવારે(13 જૂન) જયશંકરનો સંપર્ક કર્યો. જેમાં વાતચીત દરમિયાન અમેરિકાએ સ્પષ્ટતા કરી કે તે હોર્મુઝ ક્ષેત્રમાં તેના નાકાબંધીના ઉલ્લંઘનને સહન કરશે નહીં. આ નિવેદનને અમેરિકા દ્વારા કડક વલણ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ ભારતે સૌપ્રથમ નવી દિલ્હીમાં કાર્યકારી અમેરિકન રાજદૂતને બોલાવીને વિરોધ નોંધાવ્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'ભારતીય ખલાસીઓને લઈ જતા જહાજો પર હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ અને આ ક્ષેત્રમાં શાંતિનો માર્ગ ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ શોધી શકાય છે.'

પવન ખેડાએ શું કહ્યું?

કોંગ્રેસ નેતા પવન ખેડાએ US લશ્કરી કાર્યવાહીમાં ત્રણ ભારતીય ખલાસીઓના મૃત્યુ અંગે કેન્દ્ર સરકાર અને યુનાઇટેડ સ્ટેટ્સ બંનેની ટીકા કરી હતી. ખેડાએ આરોપ લગાવ્યો કે, અમેરિકાએ ન તો જવાબદારી સ્વીકારી કે ન તો માફી માંગી. તેમણે વિદેશ પ્રધાન એસ. જયશંકરના પ્રતિભાવને અપૂરતો ગણાવીને ટીકા પણ કરી હતી.