Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Horrific fire in passenger bus on Jammu-Srinagar National Highway: Rescue operation by CRPF

VIDEO: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર પેસેન્જર બસમાં ભયાનક આગ: સીઆરપીએફ દ્વારા બચાવ કામગીરી

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના રામબન નજીક હાઇવે પર દોડતી પેસેન્જર બસમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા સીઆરપીએફ 84 બટાલિયનના જવાનો અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. સીઆરપીએફ 84 બટાલિયનના કમાન્ડન્ટ વિજય સિંહ ખટાનાએ જણાવ્યું કે, બસમાં આગ લાગવાની જાણ થતાં જ જવાનોએ રાહત કાર્ય શરૂ કરી દીધું હતું અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાના તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે.

App Store