'9 પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી', હાઈકોર્ટનો કસ્ટોડિયલ ડેથ કેસમાં મોટો ચુકાદો

વર્ષ 2020 માં સમગ્ર દેશને હચમચાવી દેનારા સાથનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં મદુરાઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જી. મુથુકુમારને પિતા પી. જયરાજ અને પુત્ર જે. બેનિક્સની હત્યાના ગુનામાં તત્કાલીન ઈન્સ્પેક્ટર એસ. શ્રીધર સહિત તમામ 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે આ ઘટનાને "રેયરેસ્ટ ઓફ રેયર" અર્થાત અત્યંત જઘન્ય ગુનો ગણાવીને આ કડક સજા ફટકારી છે.
શું હતી આખી ઘટના?
19 જૂન, 2020: લોકડાઉન દરમિયાન નિર્ધારિત સમય કરતા વધુ સમય દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં જયરાજ અને બેનિક્સની અટકાયત કરાઈ
પોલીસ સ્ટેશનમાં અત્યાચાર: રાત્રિ દરમિયાન પોલીસ સ્ટેશનમાં બંનેને બેરહેમીથી માર મારવામાં આવ્યો
મોત: 22 જૂને પુત્ર બેનિક્સ અને 23 જૂને પિતા જયરાજનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું
આ કેસમાં હાઈકોર્ટે સુઓમોટો અરજી કરી હતી અને તપાસ CBIને સોંપી હતી. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે સ્થાનિક પોલીસ કર્મચારીઓ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તપાસમાં સહકાર આપી રહ્યા નહોતા, જેના કારણે હાઈકોર્ટે રેવન્યુ ઓફિસરને પોલીસ સ્ટેશનનો કબજો લેવા આદેશ આપ્યો હતો. આ આદેશ ભારતીય પોલીસ ઈતિહાસમાં અત્યંત દુર્લભ હતો.
દોષિત પોલીસકર્મીઓનું લિસ્ટ
ઈન્સ્પેક્ટર એસ. શ્રીધર,
સબ-ઈન્સ્પેક્ટર કે. બાલકૃષ્ણન
સબ-ઈન્સ્પેક્ટર પી. રઘુ ગણેશ,
હેડ કોન્સ્ટેબલ એસ. મુરુગન
હેડ કોન્સ્ટેબલ એ. સમદુરાઈ,
કોન્સ્ટેબલ એમ. મુથુરાજા,
કોન્સ્ટેબલ એસ. ચેલાદુરાઈ,
કોન્સ્ટેબલ એક્સ થોમસ ફ્રાન્સિસ
કોન્સ્ટેબલ એસ. વેલમુથુ.
(10મો દોષિત પાલદુરાઈ 2020 માં કોવિડથી મૃત્યુ પામ્યો હતો)

