VIDEO: શ્રીનગરમાં પ્રવાસીઓનો ભારે ધસારો
સોર્સ : gstv
શ્રીનગરમાં ખુશનુમા હવામાન વચ્ચે પ્રખ્યાત દલ લેક ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓ મોટી સંખ્યામાં સરોવરની સુંદરતા નિહાળવા અને પરંપરાગત શિકારા રાઇડનો આનંદ માણવા ઉમટી પડ્યા છે. શિકારા ચાલકોના ચહેરા પર પણ રોનક આવી ગઈ છે અને તેમનો વ્યવસાય તેજીમાં છે. પ્રવાસીઓ શાંત પાણીમાં નૌકાવિહાર કરીને કાશ્મીરના અદ્ભુત કુદરતી દ્રશ્યો અને પર્વતોની સુંદરતાને કેમેરામાં કેદ કરી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે.

