VIDEO: પુરીમાં મુસળધાર વરસાદ
સોર્સ : gstv
ઓડિશાના પ્રખ્યાત ધાર્મિક સ્થળ પુરીમાં આજે સવારથી જ ચોમાસાનો મિજાજ બદલાયો છે અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના કારણે પુરીના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ જળમગ્ન થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયામાં સર્જાયેલા લો પ્રેશરને કારણે પુરી સહિત આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પંપ મૂકીને કામગીરી તેજ કરવામાં આવી છે.

